Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

VIDEOS: સીરિયાના વિદ્રોહીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કર્યો હુમલો, બશરના પિતાનુ સ્ટેચ્યુ તોડ્યુ

seriya
, સોમવાર, 9 ડિસેમ્બર 2024 (13:23 IST)
seriya
 સીરિયામાં રજુ ગૃહ યુદ્ધની વચ્ચે રાષ્ટ્રપતિ બશર અલ-સદ દેશ છોડીને ભાગી ચુક્યા છે. ત્યારબાદ વિદ્રોહીઓએ રવિવારે રાજધાની દમિશ્ક પર કબજો કરી લીધો. રાષ્ટ્રપતિ ભાગતા જ લોકોની ભીડ રાષ્ટ્રપતિ ભવનમાં ઘુસી ગઈ અને ત્યાનો સામાન લૂટીને લઈ ગઈ. 

 
સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસરનો પરિવાર 50 વર્ષથી વધુ સમયથી સીરિયાની સત્તા પર કાબેજ હતો. તેમના પિતા હાફિઝ અલ અસદ 29 વર્ષો સુધી દેશના રાષ્ટ્રપતિ રહ્યા. તેમના મોત પછી બશરે વર્ષ 2000માં સીરિયાની કમાન સાચવી હતી. 
 
તખ્તાપલટ થયા બાદ સીરિયાના પ્રધાનમંત્રી મોહમ્મદ ગાજી અલ-જલાલીએ એક નિવેદન રજુ કરી કહ્યુ કે સરકાર લોકોની તરફથી પસંદગી પાસેમા કોઈપણ નેતા સાથે સહયોગ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.  
સીરિયાના પ્રધાનમંત્રી મોહમ્મદ ગાજી અલ-જલાલીએ કહ્યુ હુ મારા ઘરમાં જ છુ. અહીથી બહાર ગયો નથી અને મારો અહીથી જવાનો ઈરાદો પણ નથી. હુ અહીથી શાંતિપૂર્વ રીતે જવા માંગુ છુ. 

 
પીએમ મોહમ્મદ ગાજી અલ-જલાલીએ સીરિયાના બધા નાગરિકોને દેશના કોઈપણ સાર્વજનિક સંપત્તિને નુકશાન ન પહોચાડવાની અપીલ કરી છે.  જલાલીનુ કહેવુ છે કે સંપત્તિ તમારી જ છે. 

 
દુનિયાના સૌથી મોટા શરણાર્થી સંકટોમાંથી એકમાં લાખો લોકો માર્યા ગયા જ્યારે કે લાખો લોકોએ પોતાના ઘરની બહાર નીકળવા માટે મજબૂર થવુ પડ્યુ 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mehboob Mufti Daughter : હિન્દુત્વ એક બીમારી, ભગવાન રામને શરમ.... મહેબૂબા મુફ્તીની પુત્રી ઈલ્તિજાના બગડ્યા બોલ પર ગરમાયુ રાજકારણ