નવા વર્ષના દિવસે સ્વિટ્ઝર્લૅન્ડમાં એક લક્ઝરી આલ્પાઇન સ્કી રિસોર્ટમાં થયેલા વિસ્ફોટમાં ઘણા લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. સ્વિસ પોલીસે ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે વિસ્ફોટનું કારણ અજ્ઞાત છે. જોકે, તેમણે પુષ્ટિ આપી હતી કે આ ઘટનામાં ઘણા લોકો માર્યા ગયા છે.
વિસ્ફોટ બાદ ઘટનાસ્થળે અરાજકતા ફેલાઈ ગઈ હતી. લોકો ચીસો પાડતા અને બહાર દોડતા જોવા મળ્યા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને રિસોર્ટને ઘેરી લેતી આગને ઓલવવાનો પ્રયાસ કર્યો.
સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં વિસ્ફોટ પછી તરત જ ભારે આગ ફાટી નીકળતી જોવા મળી રહી છે. કેટલાક લોકો ઘાયલોને બચાવવા માટે દોડતા જોવા મળી રહ્યા છે. AFP સાથે વાત કરતા, સ્થાનિક અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે આ ઘટનામાં ઘણા લોકો માર્યા ગયા હશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ ત્યારે થયો જ્યારે લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતા. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.