Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આતંકવાદ સામે કડક વલણ- એક સાથે 81 લોકોને ફાંસી

આતંકવાદ સામે કડક વલણ- એક સાથે 81 લોકોને ફાંસી
, રવિવાર, 13 માર્ચ 2022 (11:25 IST)
સાઉદી અરબે શનિવારે 81 લોકોને ફાંસીની સજા આપી હતી. આ સાથે સાઉદી અરબમાં એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં ફાંસી આપવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે.
 
સાઉદી અરબના ગૃહ મંત્રાલયને ટાંકી કહ્યું છે કે ફાંસીની આપવામાં આવી હતી તેમાં 73 સાઉદી નાગરિક, સાત યમન નાગરિક તથા એક સીરિયાના નાગરિકનો સમાવેશ થાય છે. 

સાઉદી અરેબિયાનું કહેવું છે કે શનિવારે 81 પુરુષોને મોતની સજા આપવામાં આવી હતી. આ આંકડો ગત આખા વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં આપવામાં આવેલી મોતની સજા કરતાં વધુ છે.
 
સરકારી ન્યૂઝ એજન્સી એસપીએનના રિપોર્ટ મુજબ, યમનના સાત તથા સીરિયાના એક નાગરિકને પણ મોતની સજા આપવામાં આવી છે. તેમની ઉપર ઉગ્રવાદ ઉપરાંત "એક કરતાં વધુ જઘન્ય ગુનાઓ" માટે આ સજા આપવામાં આવી છે.
 
સાઉદી અરેબિયામાં મોતની સજા વિરુદ્ધ અનેક વખત દેખાવ થઈ ચૂક્યા છે.
 
સાઉદી સરકારનું કહેવું છે કે કેટલાક લોકોના સંબંધ કથિત ઇસ્લામિક ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ, અલ-કાયદા સાથે તથા યમનના હૂતી બળવાખોર સમૂહો સાથે હતા.
 
માનવ અધિકાર સંગઠનોનું કહેવું છે કે આમાંથી અનેક આરોપીઓને નિષ્પક્ષ રીતે કાયદેસર પોતાની દલીલ આપવાની તક મળી ન હતી. જોકે, સાઉદી સરકાર આ આરોપોને નકારે છે.
 
એસપીએના રિપોર્ટ પ્રમાણે, જેમને મોતની સજા મળી હતી, 13 ન્યાયાધીશ દ્વારા તેમના કેસની સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન તેઓ ત્રણ તબક્કાવાળી ન્યાયવ્યવસ્થા પ્રક્રિયામાંથી પસાર થયા હતા.
 
આ લોકો ઉપર દેશ માટે મહત્ત્વપૂર્ણ આર્થિક ઠેકાણાં ઉપર હુમલો કરવાનું કાવતરું ઘડવાના, સુરક્ષાબળોને મારવાના તથા તેમને ટાર્ગેટ કરવાના, અપહરણ, અત્યાચાર, બળાત્કાર તથા અન્ય દેશોમાંથી તસ્કરી કરીને હથિયાર ઘૂસાડવાના આરોપ મૂકવામાં આવ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પ્રેમી પંખીડાનો વીડિયો વાયરલ