ભીષણ આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાના રક્ષા મંત્રાલયે થલસેના, વાયુસેના અને નૌસેના કર્મચારીઓને સાર્વજનિક સંપત્તિને લૂટવા કે સામાન્ય લોકોને નુકશાન પહોંચાડનારા કોઈપણ દંગાઈને ગોળી મારવાનો આદેશ આપ્યો છે. આ આદેશ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દ્વારા લોકોને હિંસા અને બદલાની ભાવનાવાળા કૃત્યને રોકવાની અપીલ પછી આવ્યુ છે. શ્રીલંકા સરકાર વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન છેલ્લા કેટલાક દિવસોમાં વધી ગયુ છે. જેના પરિણામસ્વરૂપ વિરોધ સ્થળ પર ગોઠવાયેલા સુરક્ષાબળ સાથેની ઝડપની ઘટનાઓમાં વૃદ્ધિ થઈ છે.
સેનાના પ્રવક્તાએ જણાવ્યુ કે રક્ષા મંત્રાલયે ત્રણ્ણ દળને સાર્વજનિક સંપત્તિ લૂટવા કે બીજાને નુકશાન પહોચાડવાના કોઈપણ વ્યક્તિ પર ગોળીઓ ચલાવવાનો આદેશ આપ્યો છે. દેશમાં વિરોધની ઓળખ થઈ ગઈ છે. જેણે મંત્રીઓ અને સાંસદના ઘરને સળગાવી દીધા છે.
સરકાર વિરોધી પ્રદર્શનકારીઓએ શ્રીલંકાના મોરાતુવા મેયર સમન લાલ ફર્નાડો અને સાંસદ સનથ નિશાંત, રમેશ પથિરાના, મહિપાલ હેરાથ, થિસા કુટ્ટિયારાચી અને નિમલ લાંજાના સત્તાવાર રહેઠાણોને પણ આગને હવાલે કરી દીધા. મોટી સંખ્યામાં પ્રદર્શનકારી રસ્તા પર ઉતરી આવ્યા અને શ્રીલંકાના પોદૂજાના પેરામૂનાના સાંસદો પર હુમલો કર્યો.