Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્લેનમાં સાંપ - સાંપે પ્લેનમાં મુસાફરોને ડરાવ્યા

પ્લેનમાં સાંપ - સાંપે પ્લેનમાં મુસાફરોને ડરાવ્યા
, મંગળવાર, 8 નવેમ્બર 2016 (17:28 IST)
મેક્સિકોમાં એક કર્મશિયલ ફ્લાઈટના મુસાફરો એ સમયે ગભરાય ગયા જ્યારે હોલીવુડ ફિલ્મના કોઈ સીનની જેમ કેબિનમાં એક સાંપ અચાનક પ્રગટ થયો.. આ સાંપના કારણ વિમાનની તત્કાલિન લૈડિંગ કરાવવી પડી 
રવિવારે એયરોમૈક્સિકોની આ ફ્લાઈટ દેશના ઉત્તરી ભાગ ટોરેઓનથી મૈક્સિકો સિટી તરફ જઈ રહી હતી. જ્યારે ગ્રીન રંગનો આ સાંપ અચાનક જોવા મળ્યો. આ સાંપ સીટોના ઉપર બનેલ સામાન મુકવાના ભાગમાંથી બહાર આવી રહ્યો હતો. 
 
જેનો વીડિયો એક મુસાફર ઈંડાલેસિયો મેડિનાએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો. જેમા સાંપ લટકતો દેખાય રહ્યો છે. ગભરાયેલા મુસાફરોએ પોતાની સીટ બેલ્ટ જલ્દીથી ખોલ્યા અને સાંપથી દૂર થઈ ગયા.  આ સાંપ જમીન પર પડી ગયો. જ્યા લોકોએ 5મી અને છઠ્ઠી લાઈન વચ્ચે ધાબળામાં એક ફ્લાઈટ અટેંડેટની મદદથી પકડ્યો. 
 
ત્યારબાદ પાયલોટને રેડિયો પર સૂચના આપ્યા પછી વિમાનની મૈક્સિકો સિટીમાં તત્કાલિન લેંડિગ કરાવવામાં આવી. એયરોમૈક્સિકોએ એક સ્ટેટમેંટમાં કહ્યુ કે સાંપ પ્લેનમાં કેવી રીતે આવ્યો તેની તપાસ કરવામાં આવશે અને કોશિશ કરવામાં આવશે કે આવુ ફરીથી ન થાય. 
 
ઉલ્લેખનીય છે કે 2006માં સ્નેક ઓન અ પ્લેન નામની હૉલીવુડ ફિલ્મ રજુ થઈ ચુકી છે. ફિલ્મમાં પ્લેન પર સાંપ આવી જતા શુ થાય છે તે બતાવાયુ હતુ.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમેરિકામાં ચૂંટણીની રાત - જાણો અમેરિકા ચૂંટણી વિશે જાણવા જેવુ