Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Budget of Singapore - સિંગાપુરમાં સરપ્લસ બજેટ, નાગરિકોને મળશે 15,000 રૂપિયા બોનસ

Budget of Singapore - સિંગાપુરમાં સરપ્લસ બજેટ, નાગરિકોને મળશે 15,000 રૂપિયા બોનસ
, મંગળવાર, 20 ફેબ્રુઆરી 2018 (17:15 IST)
સિંગાપુરની સરકારે સોમવારે પોતાના નાગરિકોને એક અનોખી ભેટ આપવાનુ એલાન કર્યુ છે. સિંગાપુરના નાણાકીય મંત્રીએ 2017નાબ બજેટમાં લગભગ 10 મિલિયન સિંગાપુર ડોલરના સરપ્લસની માહિતી આપી. તેમના મુજબ સરપ્લસને ધ્યાનમાં રાખતા સિંગાપુરના 21 વર્ષ અને તેનાથી વધુ વયના બધા નાગરિકોને 300 સિંગાપુર ડૉલર (લગભગ 15000 રૂપિયા)નું એસજી બોનસ આપવામાં આવશે. 
webdunia
નાણાકીય મંત્રી હેંગ સુઈ કીટે સંસદમાં પોતાના બજેટ ભાષણમાં આ એલાન કર્યુ. તેમણે બોનસને હાંગબાઓ ના રૂપમાં બતાવ્યુ છે.  હાંગબાઓ એક એવા આર્થિક ઉપહારને કહે છે જે સિંગાપુરમાં વિશેષ અવસર પર આપવામાં આવે છે. 
 
ન્યૂઝ એશિયા ચેનલ મુજબ તેમણે જણાવ્યુ કે આ બોનસ બતાવે છે કે સરકાર સિંગાપુરના વિકાસથી મળનારા ફળને દેશવાસીઓ સાથે શેયર કરવા માટે પ્રતિબદ્ધ છે. 
 
એસજી બોનસનું રોકાન સરકાર માટે 700 મિલિયન સિંગાપુર ડોલર હશે. આ બોનસને લોકોની આવકના મુજબ આપવામાં આવશે.  લગભગ 27 લાખ લોકોને આ બોનસ વર્ષ 2018ના અંત સુધી આપી દેવામાં આવશે. 
 
28000 સિંગાપુર ડોલરની આવકવાળા લોકોને 300 સિંગાપુર ડોલર (લગભગ 15000 રૂપિયા) બોનસ મળશે. જ્યારે કે જેમની આવક 28,001 સિંગાપુર ડોલરથી શરૂ થાય છે તેમને 200 સિંગાપુર ડોલર (લગભગ 10,000 રૂપિયા)નુ બોનસ મળશે અને જેમની આવક 1,00,000 સિંગાપુર ડૉલરથી વધુ છે તેમને 100 ડૉલર બોનસ (5,000 રૂપિયા) આપવામાં આવશે. 
webdunia
સિંગાપુરના નાણાકીય વર્ષ 2017 બજેટ માટે 9.61 બિલિયન સિંગાપુર ડૉલરનુ સરપ્લસ મળ્યુ. આ સરપ્લસ રાશિનો ઉપયોગ અન્ય કામો માટે પણ કરવામાં આવશે. નાણાકીય મંત્રીએ કહ્યુ કે 5 બિલિયન સિંગાપુર ડૉલરનો  ઉપયોગ દેશમાં બનાવવામાં આવી રહેલ નવી રેલવે લાઈનનોના ઈંફ્રાસ્ટ્રક્ચર ફંડ માટે થશે. 
 
2 બિલિયન સિંગાપુર ડૉલરનો ઉપયોગ પ્રીમિયમ સબસિડી માટે થશે. આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકોની મદદવાળી વીમા યોજનાઓમાં પણ આ પૈસાનો ઉપયોગ કરવામાં આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિરાટનો અનોખો અંદાજ, અનુષ્કાને પબ્લિકલી kiss કરતી ફોટો share કરી