Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 15 April 2025
webdunia

પ્રેસ કોન્ફરંસમાં Trump અને Zelensky વચ્ચે તીખી ચર્ચા, યૂક્રેની રાષ્ટ્રપતિ બોલ્યા હુ માફી નહી માંગુ પણ...

zelensky trump
, શનિવાર, 1 માર્ચ 2025 (14:29 IST)
Zelensky Trump Clash વ્હાઇટ હાઉસમાં થયેલી મુલાકાત બાદ, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી, જેના પછી ટ્રમ્પ ખૂબ ગુસ્સે દેખાતા હતા. હવે ઝેલેન્સકીએ ટ્રમ્પ સાથેના તીખા સંવાદ બાદ નિવેદન આપતા કહ્યું કે તેઓ આ માટે માફી નહી માંગે.  બીજી બાજુ  ટ્રમ્પે કહ્યું કે ઝેલેન્સકી યુદ્ધવિરામ પર સાઈન ન કરીને લાખો લોકોના જીવન સાથે રમી રહ્યા છે.
 
હવે જેલેંસ્કીએ ટ્રંપની સાથે ચર્ચા બાદ નિવેદન આપતા કહ્યુ કે તે તેના પર કોઈ માફી નહી માંગે 
 
પ્રેસ કૉન્ફ્રેંસમાં ટ્રંપ સાથે બાખડ્યા જેલેંસ્કી 
ઉલ્લેખનીય છે કે આજે વ્હાઈટ હાઉસ બેઠક પછી પ્રેસ કૉન્ફ્રેસમાં ટ્રંપ અને જેલેંસ્કી વચ્ચે રૂસથી યુદ્ધને લઈને તીખી ચર્ચા થઈ ગઈ. ટ્રંપે કહ્યુ કે જેલેંસ્કી યુદ્ધ વિરામ ન કરીને લાખો લોકોની જીંદગી સાથે રમી રહ્યા છે. ટ્રંપએ એ પણ કહ્યુ કે જેલેસ્કી ત્રીજા વિશ્વયુદ્ધ માટે દાવ રમી રહ્યા છે અને છેવટે રૂસ સાથે સમજૂતી કરવી પડશે. 
 
જેનો જવાબ આપતા જેલેંસ્કીએ કહ્યુ કે અમને યુદ્ધવિરામની જરૂર નથી. ટ્રંપે તેના પર કહ્યુ કે જેલેંસ્કીએ વાશિંગટનમાં અમેરિકાનુ અપમાન કર્યુ છે. હવે તે ત્યારે જ પરત આવી શકે છે જ્યારે તે શાંતિ માટે તૈયાર હોય. 
 
જેલેંસ્કી બોલ્યા - માફી નહી માંગૂ પણ ખેદ છે 
એક પ્રાઈવેટ ચેનલની સાથે ઈંટરવ્યુમાં જેલેંસ્કીએ ટ્રંપ સાથે પોતાના વ્યવ્હાર માટે માફી માંગવાનો ઈંકરા કરી દીધો. જો કે જેલેંસ્કીએ ખેદ બતાવતા માન્યુ કે જે કંઈ પણ થયુ તે બંને પક્ષના સંબંધો માટે સારુ નથી. 
 
ઝેલેન્સકીએ કહ્યું કે જો યુનાઇટેડ સ્ટેટ્સ પોતાનો ટેકો પાછો ખેંચી લેશે તો રશિયાથી યુક્રેનનું રક્ષણ કરવું "અમારા માટે મુશ્કેલ" બનશે. તેમણે દુ:ખ વ્યક્ત કર્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ સાથેનો તેમનો સંઘર્ષ ટેલિવિઝન પર બધાએ જોયો હતો.
 
તેમણે કહ્યું કે હું માફી નહીં માંગું, પણ હું અમેરિકન લોકોનો આદર કરું છું. મને ખાતરી છે કે આપણે કંઈ ખોટું કર્યું નથી.
 
ખનિજ કરાર પર હજુ સુધી હસ્તાક્ષર થયા નથી
 
તે જ સમયે, ટ્રમ્પ સાથેની ચર્ચા પછી, ઝેલેન્સકીએ પણ ખનિજ કરાર પર હસ્તાક્ષર કર્યા ન હતા. એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રમ્પે કોઈપણ સોદાની શક્યતાને નકારી નથી.
 
રોઇટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પ ચર્ચા પછી તરત જ ઝાલેન્સ્કી વ્હાઇટ હાઉસ છોડીને ચાલ્યા ગયા. ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચેની મુલાકાત પછી એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાવાની હતી, પરંતુ તે રદ કરવામાં આવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Infinix એ રજુ કર્યો ત્રણ ફોલ્ડવાળો Mini Tri-Fold સ્માર્ટફોન, Samsung ની વધી હલચલ