શુ થાય જો કોઈ દિવસે તમારી ઉંઘ ઉઘડે અને તમારા ઘરની સામે રસ્તા પર લોહીની નદી વહી રહી હોય. આવુ જ ભયાનક દ્રશ્ય જોવા મળ્યુ બાંગ્લાદેશની રાજધાનીમાં ઈદની સવારે.
ઉલ્લેખનીય છે કે ઈદ-ઉલ-જુહા ના અવસર પર અપાનારી સામૂહિક કુરબાનીઓથી વહેલુ લોહી વરસાદના પાણીમાં ભળી ગયુ. પરિસ્થિતિ ત્યારે બગડી ગઈ જ્યારે ભારે વરસાદથી શહેરનુ ડ્રેનેજ ચોક થઈ ગયુ અને ગટરોમાં વહેનારા પશુઓનુ લોહી પાણીમાં ભળી શહેરના રસ્તા પર વહી પડ્યુ.
ટ્વિટર પર એક યૂઝર એડવર્ડ રીસે ઢાકાથી પોસ્ટ કરેલ આ તસ્વીરોને પોસ્ટ કરતા લખ્યુ કે થોડોક વરસાદ અને ઈદથી રસ્તાઓ લોહીથી લાલ થઈ ગઈ. જો કે ઢાકામાં કુરબાની માટે એક ચોક્કસ સ્થળ છે પણ લોકો પોતાની સુવિદ્યામુજબ ગમે ત્યા કુરબનઈ આપે છે જેનુ પરિણામ શહેરના લોકોને ભોગવવુ પડયુ.
આગળ જુઓ દિલ કંપાવી દેનારી તસ્વીરો...