Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાનઃ પૂર્વ PM ઈમરાન ખાનની ધરપકડ કરવા પોલીસ પહોચી તેમના ઘરે, મરિયમ નવાઝે આપી ધમકી

imran khan
લાહોરઃ , મંગળવાર, 14 માર્ચ 2023 (18:39 IST)
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાનના ઘરની બહાર પોલીસ પહોંચી ગઈ છે. પોલીસ ગમે ત્યારે તેમની ધરપકડ કરી શકે છે. ઈમરાન ખાનના સમર્થકોએ પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો હતો. પાકિસ્તાનની ન્યૂઝ એજન્સી ડોન અનુસાર, સશસ્ત્ર પોલીસની એક ટીમ નિવાસની બહાર પહોંચી ગઈ છે, જે ગમે તે ક્ષણે તેમની ધરપકડ કરી શકે છે.  ઈમરાન ખાન પહેલાથી જ તોશાખાના કેસમાં કોર્ટમાં સુનાવણીનો સામનો કરી રહ્યા હતા અને હવે તેમના પર મહિલા જજ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ધમકાવવાનો આરોપ લાગ્યો છે. આ કેસમાં કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ જારી કરીને પોલીસને તેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.
 
પીટીઆઈના વરિષ્ઠ નેતા ફારૂક હબીબે પત્રકારોને જણાવ્યું હતું કે ગમે તે થાય, ઈમરાન ખાન બનાવટી કેસમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ નહીં કરે. હબીબે કહ્યું, “ઈસ્લામાબાદ હાઈકોર્ટે આજે મહિલા જજને ધમકાવવાના કેસમાં ધરપકડ વોરંટને સસ્પેન્ડ કરી દીધું છે. ચાલો જોઈએ કે પોલીસ હવે શું નવું વોરંટ લઈને આવી છે." ઈસ્લામાબાદ પોલીસના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે તેમની ટીમ તોશાખાના કેસમાં ખાનની ધરપકડ કરવા માટે અહીં છે.
 
મરિયમ નવાઝે કર્યું ટ્વીટ 

મરિયમ નવાઝે ટ્વીટ કર્યું છે કે જો આજે કોઈ પોલીસકર્મી ઘાયલ થશે તો તેના માટે માત્ર ઈમરાન ખાન જ જવાબદાર રહેશે. પોલીસ પોતાનું કામ કરી રહી છે.
 
એક તરફ, શહેબાઝ શરીફ સરકાર ઈમરાન ખાનને જેલમાં ધકેલી દેવાની કોશિશ કરી રહી છે, પરંતુ પૂર્વ વડાપ્રધાને ઉદ્ધતાઈભર્યું વલણ અપનાવીને મંગળવારે લાહોરમાં એક મોટી રેલી યોજીને આડકતરી રીતે ન્યાયતંત્રની સાથે સાથે સરકાર પર પણ પ્રહારો કર્યા છે. . પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના અધ્યક્ષ ઈમરાન ખાને આગામી રવિવારે તેનાથી પણ મોટી રેલીનું આયોજન કરવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ અનુસાર 19 માર્ચે લાહોરમાં મિનાર-એ-પાકિસ્તાનની સામે 'ઐતિહાસિક' રેલીનું આયોજન કરવામાં આવશે.
 
 
બે કેસમાં ઈમરાન ખાનની ધરપકડ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આમાંથી એક કેસ જજને કથિત રીતે ધમકાવવાનો છે. બીજો તોશાખાનાનો મામલો છે, જેમાં આરોપ છે કે ઈમરાન ખાને વડાપ્રધાન તરીકે મળેલી ભેટો વેચી દીધી હતી. ઈસ્લામાબાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે જજને ધમકી આપવા બદલ ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. 
 
 
ઈમરાન ખાન ન્યાયાધીશને ધાકધમકી અને તોશાખાના કેસમાં વ્યક્તિગત રીતે કોર્ટમાં હાજર થવાનું ટાળી રહ્યો છે. તેમણે અંગત હાજરીમાંથી મુક્તિ મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ ઈસ્લામાબાદના સિવિલ જજે આ અરજી ફગાવી દીધી છે. તેમજ જજે પોલીસને આદેશ આપ્યો છે કે તેઓ 29 માર્ચ પહેલા ઈમરાન ખાનને કોર્ટમાં હાજર કરે. આ આદેશ બાદ ઈસ્લામાબાદ પોલીસની એક ટીમ લાહોર મોકલવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં પતિના અવસાન બાદ પત્નીને પોલીસીના 59 લાખ મળ્યા, બંટી બબલી 28 લાખ લઈ ફરાર ગુજરાતમાં છેતરપિંડીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વેપારીઓ સાથે કે પછી કોઈ સંબંધી સાથે જાણિતાઓ દ્વારા થતી ઠગાઈની ઘટનાઓ વધુ થવા માંડી છે. શહેરમાં પતિના અવસાન બાદ પત્