Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ 300 ને પાર, સરકારે એક દિવસમાં વધારી દીધી 14.91 રૂપિયા કિમંત

 Petrol price in Pakistan
ઈસ્લામાબાદ. , શુક્રવાર, 1 સપ્ટેમ્બર 2023 (12:27 IST)
મોંઘવારીના મારથી બેહાલ પાકિસ્તાનની ગરીબ જનતા પર ત્યાની સરકારે એકવાર ફરી પેટ્રોલ-ડીઝલની કિમંત વધારીને કહેર વરસાવ્યો છે.  પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેટ્રોલની કિમંત 300 રૂપિયા (પાકિસ્તાની)થી ઉપર પહોંચી ગઈ છે. 
 
પાકિસ્તાનમાં હાલ કેયર ટેકર ગવર્નમેંટ છે. આ સરકારનુ મુખ્ય કામ ચૂંટણી કરાવવી અને નવી સરકાર બનાવીને તેને સત્તા સોંપી દેવાની છે. નવી સરકાર બનવા સુધી કેયર ટેકર ગર્વનમેંટ સત્તા સાચવી રહી છે. તેને પેટ્રોલની કિમંત 14.91 રૂપિયા અને હાઈ સ્પીડ ડીઝલની કિમંત 18.44 રૂપિયા પ્રતિ લીટર વધારી દીધી છે. 
 
305.36 રૂપિયા પ્રતિ લીટર છે પેટ્રોલની કિમંત 
 
પાકિસ્તાનમાં વીજળીના વધતા ભાવને લઈને હાહાકાર મચ્યો છે. આ દરમિયાન દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિમંતમાં ઈતિહાસમાં પહેલીવાર 300 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. તેનાથી ગંભીર આર્થિક સ્થિતિનો સામનો કરી રહેલા લોકોની ચિતાઓ વધી ગઈ છે. કિમંત વધ્યા પછી પાકિસ્તાનમાં પેટ્રોલની કિમંત 305.36 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિમંત 311.84 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. 
 
વીજળીના દર વધવા વિરુદ્ધ માર્ગ પર ઉતર્યા લોકો 
 
પાકિસ્તાનમાં વીજળીના દરો ખૂબ વધુ વધી ગયા છે. તેના વિરુદ્ધ લોકો માર્ગ પર આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લોકો વીજળી બિલને સળગાવી રહ્યા છે. વીજલી વિતરણ કંપનીઓના અધિકારીઓ સાથે લોકોની ટક્કર થઈ રહી છે.  
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

What is One Nation One Election: એક દેશ, એક ચૂંટણીમાં ફાયદો કે નુકસાન? જાણો બધુ જ વિસ્તારથી