Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેટલી તાકત છે મોદીના હાથોમા...!!

કેટલી તાકત છે મોદીના હાથોમા...!!
, શુક્રવાર, 15 એપ્રિલ 2016 (13:02 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બ્રિટનના રાજકુમાર પ્રિંસ વિલિયમ સાથે હાથ મિલાવવાની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. 
પીપુલ્સ ડેલી ચાઈના @PDChinaએ આ તસ્વીર એવુ કહીને ટ્વીટ કરી છે કે આ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સૌથી તાકતવર હૈંડશેક છે.  રાજકુમારના હાથને જોઈને એવુ જ લાગી રહ્યુ છે.  
 
 બ્રિટનના રાજકુમાર પ્રિંસ વિલિયમ અને રાજકુમારી કૈથરીનના સન્માનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં બપોરે ભોજન આપ્યુ હતુ. 
 
આ દરમિયાન મોદીએ રાજકુમાર વિલિયમ અને કૈથરીન સાથે ફોટા પડાવ્યા હતા. લગભગ નવ કલાકમાં જ આ ટ્વીત પર લગભગ 214 રિટ્વીટ થયા. 
 
પીપુલ્સે ડેલી ચાઈનાના આ ટવીટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામની સ્પેલિંગ 'Nanrendra' લખી છે. 
 
બ્રિતાની શાહી પરિવારના સભ્ય વિલિયમ અને તેમની પત્ની પોતાના પ્રથમ પ્રવાસ પર 10 એપ્રિલના રોજ ભારત આવ્યા હતા. તેમને રવિવારે મુંબઈમાં ચરમપંથી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. 
 
સુનીત ગર્ગ એ ટ્વીટ કર્યુ, આપણા પ્રધાનમંત્રી ટાઈગર છે. દરેક ભારતી માટે રોલ મોડલ... ! 
 
કુલદીપ ખિરવારે @vayu_fauzi  હૈંડલથી ટ્વીટ કર્યુ, મોદી અને રાજકુમારના જમણા હાથને ધ્યાનથી જુઓ.. આ બેસન છે. મોદી ચોક્કસ તેમના માટે ભજીયા બનાવી રહ્યા હશે.

Share this Story:

Follow Webdunia gujarati