Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પોપટે લીધો 5 લોકોનો જીવ? જાણો શુ છે Parrot fever

 Know what is Parrot fever
જીનેવા , શનિવાર, 9 માર્ચ 2024 (13:30 IST)
યૂરોપના પાંચ દેશોમાં પેરેટ ફીવરે તબાહી મચાવી છે. આ ફીવરની ચપેટમાં આવવાથી અત્યાર સુધી પાંચ લોકોના મોત થઈ ચુક્યા છે.  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ચેતવણી આપી છે કે પક્ષીઓને અસર કરતી આ બીમારી હવે માણસોને પણ અસર કરી રહી છે. ડબલ્યુએચઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 2023 અને 2024ની શરૂઆતમાં ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની, સ્વીડન અને નેધરલેન્ડ્સમાં પોપટ ફીવરના કેસોમાં અસામાન્ય અને અણધારી વધારો નોંધાયો છે, જે અગાઉના વર્ષોની સરખામણીએ વધારે છે. એકંદરે, આ રોગે માર્ચની શરૂઆત સુધીમાં લગભગ 90 લોકોને અસર કરી છે, જેમાં પાંચના મોત થયા છે. 
 
કેવી રીતે ફેલાય છે પેરેટ ફીવર 
 
પેરેટ ફીવરને સિટાકોસિ પણ કહેવાય છે. આ ક્લૈમાઈડિયા સિટાસી નામની બેક્ટેરિયાની એક પ્રજાતિના કારણે થાય છે.  આ બેક્ટેરિયા અનેક સ્તનધારીઓને સંક્રમિત કરી શકે છે. જેમા કુતરા, બિલાડી અને ઘોડાઓનો પણ સમાવેશ છે. પણ આ બૈક્ટીરિયર મોટાભાગે પક્ષીઓને સંક્રમિત કરે છે. મનુષ્ય ક્લૈમાઈડોફિલા સિટાસી બેક્ટીરિયાથી ભરેલ વાયુ જનિત કણોને શ્વાસના માઘ્યમથી ગ્રહણ કરીને સિટાકોસિસથી સંક્રમિત થઈ શકે છે.  પણ આ બીમારીથી માનવથી માનવ સંચરણ ખૂબ દુર્લભ છે. ફક્ત થોડાક જ મામલા સામે આવ્યા છે. 
 
 
Parrot fever ના લક્ષણો
 
Parrot fever ના લક્ષણો સામાન્ય રીતે ચેપ લાગ્યાના 5 થી 14 દિવસ પછી શરૂ થાય છે. કેટલાક અન્ય સંભવિત લક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો થાય છે. તેના અન્ય લક્ષણો નીચે મુજબ છે..
 
થાક
માથાનો દુખાવો
નબળાઈ
ઉધરસ
ઉબકા અને ઉલટી
સ્નાયુમાં દુખાવો
તાવ અને શરદી
Parrot fever ના લક્ષણો
 
Parrot fever ના લક્ષણો સામાન્ય રીતે ચેપ લાગ્યાના 5 થી 14 દિવસ પછી શરૂ થાય છે. કેટલાક અન્ય સંભવિત લક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો થાય છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સિંધુભવન રોડ પર થાર કાર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત