Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાની મોડલ કંદીલ બલોચની મુલ્તાનમાં હત્યા,ભાઇએ જ ગળુ દબાવ્યું

પાકિસ્તાની મોડલ કંદીલ બલોચની મુલ્તાનમાં હત્યા,ભાઇએ જ ગળુ દબાવ્યું
, રવિવાર, 17 જુલાઈ 2016 (08:41 IST)
પોપ્યુલર સોશ્યલ મીડિયા સેલેબ્રિટી અને પાકિસ્તાની મોડલ કંદીલ બલોચની મુલ્તાનમાં હત્યા કરી દેવામાં આવી છે 26 વર્ષની કંદીલ બલોચ ઓનર કિલિંગની શિકાર બની છે. પોલિસનું કહેવું છે કે કેદીલ એક સપ્તાહથી મુલ્તાનમાં હતી. મેડિકલ રીપોર્ટ તૈયાર કરવા માટે ફોરેન્સિક એકસપર્ટસ તેના મૃતદેહને તપાસ કરી રહ્યા છે. મુઝફ્ફરાબાદના ગ્રીન ટાઉન એરિયામાં તેના ઘરમાં જ હત્યા કરાઇ હતી.  પ્રાથમિક રીતે આ ઓનર કિલીંગનો મામલો લાગે છે. કંદિલ બલોચ સોશિયલ મીડિયા પર વિવાદીત વીડિયો પોસ્ટ કરીને ફેમસ થઈ હતી.

   પોલિસનું કહેવું છે કે કંદીલની હત્યા તેના મુલ્નામાં આવેલા ઘર પર ગળું દબાવીને કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર, કંદીલના ભાઈએ તેના ફેસબુક પોસ્ટ અને વીડિયોને લઈને તેને ધમકી આપી હતી. કંદીલને સતત ધમકી મળી રહી હતી, તેણે પોતાના માટે સુરક્ષાની પણ માગ કરી હતી.

 કિમ કાર્દશિયનની માફક બલોચ પણ પોતાને સોશિયલ મીડિયા દ્વારા પ્રમોટ કરતી હતી. તે તેના માટે સેલ્ફીનો ઉપયોગ કરતી હતી. ફેસબુક પર તેના હજારો ફોલોઅર્સ હતા. હારમાં જ બલોચની એક હોટેલમાં એક મૌલવી સાથે તેણે મુલાકાત કરી હતી. આ મુલાકાતને લઈને પાકિસ્તાનમાં ખૂબ મોટો હોબાળો થયો હતો. ત્યારબાદ તેણે પાકિસ્તાન છોડવાની તૈયારી કરી લીધી છે તેવા અહેવાલ પણ વહેતા થયા હતા.

   ઉલ્લેખનીય છે કે, કંદિલે આફ્રિદી ભારતને ક્રિકેટ મેચમાં હરાવે તો ન્યૂડ ડાન્સ કરવાની જાહેરાત કરી હતી, એટલું જ નહીં તેણે પીએમ નરેન્દ્ર મોદીને ડાર્લિંગ કહેતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો, અને પાકિસ્તાનીઓથી ડરતા રહેવાની પણ ચિમકી આપી હતી

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પેટ્રોલની કિંમતમાં રૂપિયા 2.25નો અને ડિઝલની કિંમતમાં 42 પૈસાનો ધટાડો