Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

OMG 40 વર્ષ જૂની કેક અને હજુ પણ બગડી નથી ..

OMG 40 વર્ષ જૂની કેક અને હજુ પણ બગડી નથી ..
ન્યૂયોર્ક , શનિવાર, 24 ડિસેમ્બર 2016 (15:25 IST)
અમેરિકામાં સોફટ માવા કેકની વચ્ચે ક્રીમ હોય એવી ટ્વિન્કી નામની કેક બહુ ફેમસ છે. હાલમાં આ કેકનો ઉત્પાદકોનું કહેવું છે કે અમારી કેક 25 દિવસ સુધી સારી રહે છે. જોકે અમેરિકાની જ્યોર્જ સ્ટીવન્સ એકેડેમીના કેમિસ્ટ્રીના ટીચર રોજર બેનેટીએ 1976 માં આ  ટ્વિન્કી કેક લાવીને ખોલીને એક જગ્યાએ મૂકી હતી. દિવસો નહીં, મહિનાઓ નહીં, વર્ષોના વહાણાં વીતી ગયાં પણ હજી સુધી એ કેક સડી નથી એટલું જ નહીં આ કેક હજી કયાંયથી બગડી હોય એવું પણ જણાતું નથી. 

ટીચરે એક ગ્લાસના બોકસમાં મૂકી રાખેલી ટ્વિન્કી કેક ચાર દાયકાથી એવી ને એવી જ છે. એનો શેષ પણ જરાય બદલાયો નથી. એના પર જરાય ફૂગ પણ નથી લાગતી અને લાગે છે કે એના પર કદીય ફૂગ નહીં લાગે કેમિસ્ટ્રી-ટીચરે વિદ્યાર્થીઓને ખોરાકને સાચવવા માટે વપરાતાં કેમિકલ્સ વિશે જાગ્રત કરવા માટે તેમની નજર સામે પ્રયોગ કરવાનું નક્કી કર્યું હતું એ વખતે સ્કૂલની બાજુમાંથી મળતી આ કેક તેઓ ખરીદી લાવેલા અને એ બગડવાની રા જોઇ હતી. એ ટીચર તો કયારનાય રિટાયર થઇ ગયા છે. પણ તેમની જે સ્ટુડન્ટ લિબી રોઝોઅર એ એકેડેમીમાં હવે કેમિસ્ટ્રી ભણાવે છે. લિબીનું કહેવું છે કે હું ૨૮ વર્ષ પછી રિટાયર થઇશ ત્યાં સુધી આ કેક સાચવી રાખીશ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવા વર્ષની વિદાયની પાર્ટીમાં ભાન ભૂલતાં બાળકો પર મા-બાપની ચાંપતી નજર