Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જ્યારે ઓબામાનું 'ક્રેડિટ કાર્ડ' ન ચાલ્યુ

જ્યારે ઓબામાનું 'ક્રેડિટ કાર્ડ' ન  ચાલ્યુ
, શનિવાર, 18 ઑક્ટોબર 2014 (12:52 IST)
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યુ કે ગયા મહિને એક રેસ્ટોરંટમાં તેમનુ ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી ન થયુ 
 
તેમણે જણાવ્યુ કે તેમના સ્ટાફને આ દગાબાજીનો મામલો લાગ્યો હતો. પછી જાણ થઈ કે ઓબામાના ક્રેડિટ કાર્ડથી ચુકવણી એ માટે ન થઈ શકી કારણ કે તેઓ નિયમિત રૂપે તેનો ઉપયોગ નથી કરતા. 
 
તેમણે કહ્યુ કે હુ ક્યારેય ક્યારેક જ તેનો ઉપયોગ કરુ છુ. મારુ વિચારવુ છે એક આ જ કારણે આવુ થયુ છે. 
 
કોણે ચુકવ્યુ ઓબામાનું બિલ ? 
 
બરાક ઓબામાનુ ક્રેડિટ કાર્ડ સ્વીકાર ન થતા મિશેલે રેસ્ટોરંટનુ બિલ ચુકવ્યુ. પણ સંયોગથી મિશેલ ઓબામાની પાસે એક ક્રેડિટ કાર્ડ હતુ અને તેમણે ડિનરનું બિલ ચુકવ્યુ. ઓબામાએ પોતાની સાથે થનારી આ ઘટનાનો ઉલ્લેખ 'કંઝ્ય્મર ફાઈનેંશિયલ પ્રોટેક્શન બ્યુરો' માં સંઘીય સરકારની યોજનાનો લાભ ઉઠાવનારા ડેબિટ કાર્ડધારકોની સુરક્ષા સથે જોડાયેલ એક યોજનાની જાહેરતા કરતી વખતે કર્યો. 
 
એક અંદાજ મુજબ અમેરિકામાં લગભગ 10 કરોડ લોકો સાથે ઓળખ ચોરી થવાની ઘટનાઓ થઈ ચુકી છે. 
 
શુ ઓબામા પોતાની પાસે પૈસા રાખે છે  ?
 
એવુ કહેવાય છે એક અનેક પ્રસંગોએ તેમને બિલની કેશ ચુકવણી કરતા જોવાય છે. જુલાઈ મહિનામાં ટેક્સેસના એક રેસ્ટોરંટમાં ઓબામાએ 400થી વધુ ડોલરની ચુકવણી ક્રેડિટ કાર્ડથી કરી હતી.  
 
આવી ઘટના એકવાર પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિંટન સાથે પણ થઈ ચુકી છે. 

Share this Story:

Follow Webdunia gujarati