ઘરમાં સોનુ મુકવાને લઈને મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. નાણાકીય મંત્રાલયે એલાન કરતા કહ્યુ કે પરિણિત મહિલાઓ 500 ગ્રામ, કુંવારી મહિલાઓ 250 ગ્રામ અને પુરૂષ પાસે 100 ગ્રામ સુધીનુ સોનુ તપાસની હદથી બહાર મુકવામાં આવ્યુ છે. ઈંકમટેક્ષ વિભાગે આ નિર્ણય મુજબ બાપદાદાનુ અને ઘરમાં મુકેલા સોના પર કોઈ ટેક્સ નહી લાગે. આ સાથે જ લોકોની આવકના હિસાબથી સોનુ મુકવા પર કોઈ રોક નહી લાગે.
ભારત સોનુ ખરીદનાર બીજો સૌથી મોટો ગ્રાહક
ઉલ્લેખનીય છે કે દેશના શરાફા બજારના વેપારીઓ છેલ્લા બે અઠવાડિયાઓમાં સૌથી વધુ સોનુ ખરીદ્યુ છે. શરાફા બજારના વેપારીઓને ભય છે કે ક્યાક સરકાર સોનાની આયાત પર કોઈ પ્રતિબંધ ન લગાવી દે. ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં ભારત સોનાનો બીજો સૌથી મોટો ખરીદદાર છે. સાથે જ એ પણ માનવામાં આવે છે કે 1000 ટન સોનુ ભારતમાં કાળાધનના રૂપમાં પડેલુ છે. 500-1000ના નોટ બંધ થવાના એલાન પછી જ દેશભરમાં મોડી રાત સુધી સોનાની ખરીદારી કરવામાં આવી હતી. ગુજરાત અને મુંબઈ સહિત અનેક વિસ્તારોના ફોટા પણ સામે આવ્યા હતા. હવે જોવાનુ એ છે કે મોદી સરકારનો આ નિર્ણય લોકો પર શુ અસર નાખે છે.