ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ સામે નેપાળમાં ભારે હોબાળો મચી ગયો છે. યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે. મોટા પાયે વિરોધ પ્રદર્શન કરતા, વિરોધીઓ પોલીસ બેરિકેડ્સ પર ચઢી ગયા અને સંસદ ભવનમાં ઘૂસી ગયા. ત્યારબાદ સુરક્ષા કર્મચારીઓએ વિરોધીઓને દૂર કરવાના પ્રયાસમાં ગોળીબાર કર્યો. જેમાં નેપાળ પોલીસના જણાવ્યા અનુસાર, 9 વિરોધીઓ મૃત્યુ પામ્યા છે અને ઘણા ઘાયલ થયા છે
"Zen Z " તરીકે ઓળખાતા સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ સોશિયલ મીડિયા પર સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધનો વિરોધ કરી રહ્યા છે. અગાઉ, સોશિયલ મીડિયા પર પેમ્ફલેટ અને પોસ્ટ દ્વારા, લોકોને રાજધાનીમાં ફેડરલ સંસદ નજીક બાણેશ્વર આવવાનું કહેવામાં આવ્યું હતું,
જેથી સરકાર પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચવા માટે દબાણ કરી શકાય. યુવાનો સરકાર પર અભિવ્યક્તિની સ્વતંત્રતા દબાવવા અને ઊંડા ભ્રષ્ટાચારને દૂર કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવી રહ્યા છે.