Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદીનો ડર ! પાકિસ્તાનમાં દરેક ચીની સુરક્ષામાં 2 સૈનિક ગોઠવાયા..

મોદીનો ડર  ! પાકિસ્તાનમાં દરેક ચીની સુરક્ષામાં 2 સૈનિક ગોઠવાયા..
, સોમવાર, 12 સપ્ટેમ્બર 2016 (14:48 IST)
બલૂચિસ્તાનમાં બની રહેલ ચીન-પાકિસ્તાનના આર્થિક ગલિયારા(CPEC)ને બનાવવા માટે કામ કરી રહેલ ચીની કારીગરો અને અધિકારીઓને પોતાની સુરક્ષાની ચિંતા સતાવવા માંડી છે. ભારતીય પ્રધાનમંત્રી મોદી દ્વારા બલૂચિસ્તાનના સ્વતંત્રતા આંદોલનનુ સમર્થન આપ્યા પછી જ ચીની એજંસીઓએ પાકિસ્તાન સરકારને પોતાના નાગરિકોની સુરક્ષા વધારવાનુ દબાણ નાખ્યુ છે. 
 
પાકિસ્તાની નેશનલ એસેમ્બલીમાં એક લેખિત જવાબમાં બતાવ્યુ છે કે પાકિસ્તાનમાં કામ કરી રહેલ 7036 ચીની નાગરિકોની સુરક્ષામાં 14503 પાકિસ્તાની સુરક્ષાકર્મચારી ગોઠવાયા છે. પાકિસ્તાની મીડિયામાં આનુ કારણ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બતાવવામાં આવ્યુ છે. 
 
ઉલ્લેખનીય છે કે ચીન પાકિસ્તાનનુ સૌથી મોટો સહયોગી અને મિત્ર છે અને ચીની કર્મચારી ન ફક્ત બલૂચિસ્તાન પણ સિંઘ પંજાબ, ખૈબર-પખ્તૂન, ગિલગિત કારાકોરમ અને ઈસ્લામાબાદમાં પણ કામ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં બલૂચિસ્તાનમાં અનેક ચીની નાગરિકોનુ અપહરણ થયુ છે. જો કે તેમા તાલિબાનનો પણ મોટો હાથ છે. પણ મોદીફોબિયાથી ગ્રસ્ત પાકિસ્તાનમાં દરેક ઘટના માટે મોદીને જવાબદાર બતાવવાની સિલસિલા પ્રક્રિયા ચાલી પડી છે. જ્યારથી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ પોતાની નીતિ બદલી છે ત્યારથી પાકિસ્તાની સરકારની ઉંઘ હરામ છે. 
 
ઉલ્લેખનીય છેકે મોદી સરકાર પહેલા પણ ચીની નાગરિકો પર પાકિસ્તાનમાં હુમલા થયા છે અને તેમનુ અપહરણ કરવાની ઘટનાઓ બની છે. બલૂચિસ્તાનમાં ચીનના મોટા આર્થિક હિતો સંકળાયેલા છે. આક્રમક ભારતીય વલણથી ચીનનું ગભરાવવુ સ્વભાવિક છે. 
 
ગ્વાદર પોર્ટ, ઈકોનોમિક કોરિડોર જેવી અતિ મહત્વાકાંક્ષી યોજનાઓ પર પહેલા જ અમેરિકા ઈરાન અને ભારત પોતાની ચિંતા જાહેર કરી ચુક્યા છે. તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીની ચીન યાત્રામાં મોદીને ચીને ખૂબ મહત્વ આપ્યુ અને આતંકવાદ પર તેની ચિંતા સાથે સહમતિ પણ બતાવી.  જેની ભારત ચીનના સંબંધોમાં ગરમાવો લાવવાની ચીની પહેલના રૂપમાં જોવાય રહી છે. 
 
પાક અધિકૃત કાશ્મીરમાં ચીની સેનાની હાજરી પણ ભારત માટે એક મોટી ચિંતા છે. પણ ભારતીય સરકારના વર્તમન વલણથી ડરેલા પાકિસ્તાને પોતાના સરપરસ્ત ચીનના નાગરિકોની સુરક્ષામાં એક સ્પેશલ ફોર્સ બટાલિયન, 9 સૈન્ય બટાલિયન અને 8 આર્મ્ડ સિવિલ ડીફેંસ કંપનીઓ ગોઠવી દીધી છે.   

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાઈપ લાઈન પ્રોજેક્ટ ; પાણી ઓછુ અને પ્રચાર ઝાઝો.