Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમેરિકામાં બરફના તોફાનથી 60થી વધુ લોકોનાં મોત

Snow storm
, બુધવાર, 28 ડિસેમ્બર 2022 (13:58 IST)
અમેરિકા સહિતના દેશોમાં હિમવર્ષા થતા વીજળીની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.
 
ન્યૂયૉર્કના બફેલોમાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક વધીને 28 પર પહોંચી ગયો છે, જ્યારે ઉત્તર અમેરિકામાં શિયાળુ તોફાનની વચ્ચે હજારો લોકો હજુ પણ વીજળી વગર રહી રહ્યા છે.
 
સમગ્ર અમેરિકામાં હવામાન સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 62 લોકોનાં મોત થયાં છે.
 
આ શિયાળુ તોફાન દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોમાં લૂંટની ઘટનાઓની પણ માહિતી મળી છે.
 
શિયાળુ વાવાઝોડાના કારણે મંગળવારે સવારે લગભગ 4,800 સહિત હજારો ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે, જેના કારણે ઍરપૉર્ટ પર હજારો મુસાફરો ફસાયેલા છે.
 
મંગળવારે એક ન્યૂઝ કૉન્ફરન્સમાં ન્યૂયૉર્કની એરી કાઉન્ટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “બચાવ કામગીરી ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતાઓ છે. જે 28 મૃતકોની 
 
પૃષ્ટિ થઈ છે, તે તમામ બફેલોમાં હતા.”
 
બફેલોના મેયર બાયરોન બ્રાઉને જણાવ્યું હતું કેતોફાન બાદ વિસ્તારમાં 4,000થી વધુ લોકો વીજળી વગર રહે છે, કદાચ મોટા ભાગના રહેવાસીઓના જીવનકાળમાં આ સૌથી 
 
ખરાબ સ્થિતિ હતી. તોફાનની શરૂઆતમાં આશરે 20,000 લોકો વીજળી વગરના હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Taarak Mehta ka Ooltah Chashmah ની બબીતાજી કરતા વધારે સુંદર છે અય્યરની થનારી પત્ની, 2023માં કરશે લગ્ન