પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધ સિડની ડાયલોગમાં સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું, ભારતની ડિજિટલ ક્રાંતિના મૂળ લોકતંત્રમાં છે. આજે દેશના 600 ગામડા બ્રોડબેન્ડથી જોડાયેલા છે. દેશમાં ડિજિટલ ટેકનોલોજીથી લોકોની જિંદગી બદલાઈ રહી છે.
પીએમ મોદીએ કહ્યું, તમે મને સિડની ડાયલોગમાં સંબોધન માટે આમંત્રિત કર્યો તે ભારતના લોકો માટે સન્માનની વાત છે. હું તેને હિન્દ-પ્રશાંત ક્ષેત્ર અને ઉભરતી ડિજિટલ દુનિયામાં ભારતની કેન્દ્રીય ભૂમિકાની માન્યતાના રૂપમાં જોઉ છું.