Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઈટલીમાં ભૂકંપના ઝટકાથી કાંપી ધરતી, બે ના મોત સેંકડો લોકો ફસાયા

ઈટલીમાં ભૂકંપના ઝટકાથી કાંપી ધરતી, બે ના મોત સેંકડો લોકો ફસાયા
, બુધવાર, 24 ઑગસ્ટ 2016 (11:47 IST)
ઈટલીના રિએતીમાં બુધવારે રિક્ટર માપદંડ પર 6 તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા. આ દુર્ઘટનામાં બે લોકોનુ મોત થઈ ગયુ છે. જ્યારે કે સેકડો લોકો ફસાયા છે. રાહત અને બચાવનુ કાર્ય ચાલુ છે. 
 
સમાચાર એજંસી સિન્હુઆએ ઈટલીના આઈએનજીવીના હવાલાથી જણાવ્યુ કે આ ભૂકંપ સ્થાનીક સમય મુજબ સવારે 1:36 વાગ્યે નોંધવામાં આવ્યો. આ દરમિયાન રાજધાની રોમમાં પણ ભૂકંપના તીવ્ર ઝટકા અનુભવાયા. 
 
 યુનાઇટેડ સ્ટેટ જીઓ લોજીકલ સર્વિસના કહેવા મુજબ ભુકંપના એપી સેન્ટર નજીકના ગામોમાં ભારે જાનહાની થઇ છે. આ ગામોમાં અકુમોલી જેમાં 1000  લોકો રહે છે. નોર્સીયા જેમાં 5000 લોકો, માર્ટીંગાનાનોમાં 3000  લોકો, અમાટરીસ 3000 લોકો, કાસકીયામાં 3000 અને સીટારીયલમાં 1000 લોકો રહેતા હતા. અમાટરીસના મેયરે લોકલ રેડીયોને જણાવ્યુ હતુ કે, અમારૂ અડધુ ગામ સાફ થઇ ગયુ છે. 3000 લોકોમાં મોટાભાગના કાટમાળમાં ફસાયા છે.     નોર્સીયા અને કાસટેલસીઓમાં સૌથી વધુ ડેમેજ થયુ હોવાનુ કહેવાય છે. આ ભુકંપ બાદ રેડએલર્ટ જાહેર કરવામાં આવેલ છે. 2009માં 6.3નો ભુકંપ આવ્યો હતો અને 300 લોકોના મોત થયા હતા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રેલવેએ પોતાની આવક વધારવા નુર દરમાં 19 ટકાનો વધારો