Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવા ફ્રાંસીસી પ્રેસિડેંટ અને તેમની પત્ની વચ્ચે છે 25 વર્ષનું અંતર - જાણો આ અનોખી Love Story

નવા ફ્રાંસીસી પ્રેસિડેંટ અને તેમની પત્ની વચ્ચે છે 25 વર્ષનું અંતર - જાણો આ અનોખી Love Story
નવી દિલ્હી. , મંગળવાર, 9 મે 2017 (17:27 IST)
આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ફાંસના રાષ્ટ્રપતિના રૂપમાં 39 વર્ષના ઈમાનુએલ મૈક્રોનના જીત નોધાવવાના સમાચાર ચર્ચામાં છે.  ફ્રાંસના નવા નિમાયેલા રાષ્ટ્રપતિ ઈમાનુએલ મૈક્રોન દેશના સૌથી યુવા રાષ્ટ્રપતિ પણ છે. ફ્રાંસ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત મેળવનારા ઈમાનુએલ મૈક્રોન કોઈ રાજનીતિક પાર્ટી સથે જોડાયેલા નથી. તેમની જીત પછી ભારત સહિત દુનિયાભરના નેતાઓએ મૈક્રોનને શુભેચ્છા પાઠવી છે. 
 
જ્યા દુનિયાભરમાં તેમની જીતને લઈને ચર્ચાઓ ચાલી રહી છે તો બીજી બાજુ અન્ય સમાચાર પણ વિદેશી મીડિયામાં ચર્ચામાં છે. ફ્રાંસના પ્રથમ મહિલા બનવા જઈ રહેલ ઈમાનુએલની પત્ની બ્રિજિટ ટ્રોગનેક્સ પોતાના પતિ ઈમાનુએલથી 24 વર્ષ મોટી છે. જો કે તેઓ ફક્ત તેમની પત્ની જ નહી પણ એક સારી રાજનીતિજ્ઞ સમજ રાખનારી મહિલા પણ છે.  રાષ્ટ્રપતિ ચૂંટણી કૈપેનિંગ દરમિયાન મૈક્રોએ પોતે સ્પષ્ટ કર્યુ હતુ કે પ્રચાર ભાષણ તૈયાર કરવામાં તેમની પત્નીનુ પણ યોગદાન રહે છે અને તેમની રાજનીતિક સમજ પણ તેઅમ્ની પત્ની સાથે મેળ ખાય છે.  બીજી બાજુ ફ્રાંસીસી મીડિયામાં પણ બ્રિજિટ ટ્રોગનેક્સ પોતાના કૂલ એટિટ્યૂડ અને વંડરવુમેન લુક માટે ખાસી પૉપુલર છે. વિદેશી મૈગેઝીન અને સમાચાર પોર્ટલમાં મૈક્રોન અને તેમની પત્ની બ્રિજિટ ટ્રોગનેક્સ વચ્ચે વયના અંતરથી અલગ તેમની અનોખી પ્રેમ કહાનીના સમાચાર છવાયેલા છે. 
webdunia
કોણ છે બ્રિજિટ ટ્રોગનેક્સ ?
 
એક સમયે બ્રિઝિટ, મૈક્રોનની હાઈ-સ્કૂલ ટીચર હતી અને તેમની કરતા 24 વર્ષ સીનિયર હતી. બ્રિઝિટ ટ્રૉગનેક્સ ફ્રેચ અને ડ્રામા ટીચરના રૂપમાં કામ કરતી હતી. જ્યારે મૈક્રોનની તેમની સાથે મુલાકાત થઈ. બ્રિઝિટ ટ્રોગનેક્સ ઉત્તરી ફ્રાંસના એમિયેન્સમાં એક ખાનગી હાઈ સ્કૂલમાં ફ્રેંચ ટીચરના રૂપમાં કામ કરતી હતી.  આ સાથે જ તેઓ એક થિયેટર ક્લબ પણ ચલાવતી હતી.  જ્યા મૈક્રોન એક ઉભરતા એક્ટરના રૂપમાં પણ કામ કરતા હતા.  જ્યા ઈમાનુએલનો જન્મ 21 ડિસેમ્બર 1977માં થયો હતો તો બીજી બાજુ બ્રિઝિટનો જન્મ 13 એપ્રિલ 1953માં થયો હતો.  
 
ફ્રાંસીસી ભાષામાં લખેલા પુસ્તક 'એ યંગ મેન, સો પરફેક્ટ' ‘A young man, so perfect’ માં ઈમાનુએલ મૈક્રોન અને બ્રિજિટ ટ્રોગનેક્સના જીવન સફર વિશે બતાવવામાં આવ્યુ છે.  ફ્રાંસમાં મૈક્રોન પર લખેલ આ પુસ્તક ખૂબ ફેમસ થઈ ચુક્યુ છે.  જેમા 2 ચેપ્ટર ખાસ રીતે તેમની પત્ની અને તેમના વિશે છે.  પુસ્તકમાં મૈક્રોન અને બ્રિઝિટની મુલાકાત અને લગ્ન વિશે બતાવવામાં આવ્યુ છે.  જેના મુજબ મૈક્રોનની બ્રિઝિટ સાથે પ્રથમ મુલાકાત 15 વર્ષની વયમાં થઈ હતી. 16 વર્ષના મૈક્રોને પોતાની 40 વર્ષીય ટીચર જે 3 બાળકોની માતા હતી સાથે પ્રેમ થઈ ગયો હતો.  17 વર્ષની વયમાં જ મૈક્રોને એ સમયે પોતાની શિક્ષિકા રહેલ બ્રિજિટ ટ્રોગનેક્સને પ્રપોઝ કર્યુ હતુ. 17 વર્ષની વયમાં આગળના અભ્યાસ માટે શહેર છોડીને જતી વખતે મૈક્રોને પોતાની ટીચરને કહ્યુ, 'તમે ભલે જે કરો હુ તમારી સાથે લગ્ન કરીશ. મૈક્રોનના તેમના ટીચર સાથેના પ્રેમની વાતે તેમના માતા-પિતાને ખાસી ચિંતામાં નાખી દીધા હતા. 
બ્રિજિટ ટ્રોગનેક્સને તેમનાથી દૂર રહેવાનુ કહેવામાં આવ્યુ હતુ જ્યા સુધી તે 18 વર્ષનો ન થઈ જાય. 
 
બ્રિગેટ 6 ભાઈ બહેનોમાં સૌથી નાની છે. મૈક્રોનને મળતા પહેલા તેના લગ્ન એક બેંકર આંદ્રે લુઈસ અજિએરે સાથે થયા હતા. જેનાથી તેના 3 બાળકો જન્મ્યા હતા. બ્રિજિટ ટ્રોગનેક્સ અને ફ્રાંસના નવા રાષ્ટ્રપતિ એમાનુએલ મૈક્રોને વર્ષ 2007માં લગ્ન કરી લીધા હતા. આજે 64 વર્ષીય બ્રિજિટના પૂર્વ લગ્નથી 7 પૌત્ર-પૌત્રીઓ પણ છે અને મૈક્રોન માટે આ પરિવાર જ તેમનો પરિવાર છે. 
 
આ રીતે પસંદગી પામ્યા ઈમાનુએલ ફ્રાંસના સૌથી યુવા રાષ્ટ્રપતિ 
 
રવિવારે અંતિમ સમયનાના ફ્રાંસ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મૈક્રોને ઘુર દક્ષિણપંથી ઉમેદવાર મરીન લે પેનને હરાવીને જીત મેળવી. મૈક્રોનને 2.07 કરોડ વોટ જ્યારે કે લે પેનને 1.06 કરોડ વોટ મળ્યા.  ફ્રાંસનાં ગૃહ મંત્રાલયે જણાવ્યુ કે મૈક્રોનનેકુલ 66.06 ટકા વોટ જ્યારે કે લે પેનને 33.94 ટકા વોટ મળ્યા. 
 
ઈમાનુએલ મૈક્રોનનુ રાજાનીતિકની યાત્રા 
 
ઈમાનુએલ મૈક્રોનનો જન્મ 21 ડિસેમ્બર, 1977ને ફ્રાંસને શહેર એમિયેન્જમાં થયો હતો. તેમની માં ફ્રાંસ્વા નોગેસ ફિઝિશિયન હતી અને પિતા જ્યા-મિશેલ મૈક્રોન ન્યૂરોલોજીના પ્રોફેસરના રૂપમાં કાર્યરત હતા. 204માં ગ્રેજ્યુએટ ડિગ્રી લીધા પછી મૈક્રોને સાંઈસેજ પો યૂનિવર્સિટીથી સાર્વજનિક મામલાના વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી લીધી. ત્યારબાદ ઈમનુએલે સ્ટ્રાસબર્ગમાં ઈકોલ નેશનલ ડે એડમિનિસ્ટ્રેશનમાં સીનિયર બ્યૂરેક્રેટની ટ્રેનિંગ લીધી. વર્ષ 2006માં મૈક્રોન સોશલિસ્ટ પાર્ટીના સભ્ય બન્યા અને 2012-2014 ની વચ્ચે તત્કાલીન ફ્રાંસીસી રાષ્ટ્રાપ્તિ ઓલાંદના એડવાઈઝર રહ્યા. મૈક્રોનની 26 ઓગસ્ટ 2014 પછી ઓલાંદ સરકારમાં અર્થવ્યવસ્થા મંત્રાના રૂપમાં નિયુક્ત થયા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#Whastapp Video call પર દરરોજ 5 કરોડ મિનિટ ખર્ચ કરી રહ્યા છે ભારતીય