Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

કાબુલ એરપોર્ટ પાસે રહેણાક વિસ્તારમાં રોકેટથી હુમલો, એક બાળકનું મોત

afghan news
, રવિવાર, 29 ઑગસ્ટ 2021 (20:58 IST)
Kabul Blast Update: કાબુલ શહેરમાં મોટો વિસ્ફોટ થયો છે. કાબુલ એરપોર્ટ નજીક ખાજેહ બાગરાના રહેણાક વિસ્તારમાં એક ઘર પર રોકેટ હુમલો કરવામાં આવ્યો છે જે ઘર પર રોકેટ પડ્યુ તે ઘરમાં એક બાળકનું મોત થયું છે
 
આતંકવાદીઓએ 24 થી 36 કલાકમાં કાબુલને નિશાન બનાવી શકે તેવી અમેરિકી પ્રમુખ જો બાયડની ચેતવણી સાચી પડી છે.  કાબુલ એરપોર્ટ નજીક ખાજેહ બાગરાના રહેણાક વિસ્તારમાં એક ઘર પર રોકેટ હુમલો કરવામાં આવ્યો છે. 
 
આ વિસ્ફોટમાં કેટલું નુકશાન થયું છે તેની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. એરપોર્ટ પાસે ધૂમાડાના ગોટેગોટા જોઈ શકાતા હતા. આ પહેલા 26 ઓગસ્ટે કાબુલ એરપોર્ટ પર સીરિયલ બ્લાસ્ટ થયા હતા જેમાં 170 લોકોના મોત થયા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઈન્ટરનેશનલ ફ્લાઈટ પરનો પ્રતિબંધ લંબાવ્યો- DGCAએ જાણકારી આપી