Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ISIS નો ખતરનાક મોબાઈલ એપ

ISIS has a new chat app Alrawi

ISIS નો ખતરનાક મોબાઈલ એપ
, મંગળવાર, 19 જાન્યુઆરી 2016 (15:54 IST)
વિશ્વના સૌથી મોટું આતંકી સંગઠન કેટલું હાઈટેક થઈ ગયુ છે. એનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે એને પોતે  મોબાઈલ એપ બનાવી લીધી છે જેના દ્વારા એ સહેલાઈથી એમના મેસેજ એકબીજાને મોકલી શકે  છે. એ પણ ગુપ્ત એજંસીને ગંધ આવ્યા વગર 
 
આ નવી એપ્લીકેશને ગુપ્ત એંજસિઓની મુશ્કેલીઓ વધારી નાખી છે  આઈએસઆઈએસે આ એપનું  નામ અલરાવી(Alrawi) રાખ્યુ છે જેની મદદથી એ ફોટા વિડિયો અને મેસેજ મોકલી શકે છે. જાણકારોના કહેવું છે કે આ એપ્લીકેશન વાટ્સઅપ અને ટેલિગ્રામ જેવી બીજી મેસેજિંગ એપ્લીકેશનના મુકાબલા માં વધારે સુરક્ષિત છે. આ કોઈ પહેલી એપ્લીકેશન નથી જે આઈએસઆઈએસએ બનાવી છે આ પહેલા પણ આ સંગઠન અમુક નામની એપ્લીકેશન બનાવી હતી જેને ટેલિગ્રામથી જોડીને પ્રયોગ કરી જઈ રહ્યા હતા. આ એપમાં હુમલાના વિડિયો , ભડકાઉ  સંદેશ અપલોડ કરાતા હતા . કહેવાય છે કે આ એપ્લીકેશનને રૂસના એક ડેવલપર એ બનાવ્યુ છે. સોશલ મીડિયામાં આઈએસઆઈએસના વધતા પ્રભાવના કારણે ઘણી સાઈટોને હજારો વિડિયો અને મેસેજ હટાવ્યા પણ છે. ટ્વિટરે 10 હજારથી વધારે એકાંઉટને સસ્પેંડ કર્યા હતા ત્યાં જ યૂટ્યૂબે પણ 1 કરોડ 40 લાખ વિડિયો ડિલીટ કર્યા હતા. જો અલરાવીને બંધ ન કરાવ્યુ તો આ એપ્લીકેશનની મદદથી નવી પેઢીને આઈએસઆઈએસ પોતાની તરફ ખેંચી શકે છે.  

Share this Story:

Follow Webdunia gujarati