Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હવાઈ હુમલામાં માર્યો ગયો ISનો સરગના અલ બગદાદી - રિપોર્ટ

હવાઈ હુમલામાં માર્યો ગયો ISનો સરગના અલ બગદાદી - રિપોર્ટ
નવી દિલ્હી , મંગળવાર, 14 જૂન 2016 (14:19 IST)
. જાણવા મળ્યુ છે કે દુનિયાના સૌથી દુર્દાંત આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટના સરગના અબૂ બકર અલ બગદાદીનુ એક હવાઈ હુમલામાં મોત થઈ ગયુ છે. મીડિયા રિપોર્ટ મુજબ સીરિયામાં અમેરિકી નેતૃત્વવાળી ગઠબંધન સેના હવાઈ હુમલામાં બગદાદીની મોત થઈ ગયુ. 
 
ઈરાનની સ્ટેટ મીડિયા અને તુર્કીના સમાચાર યેનિસ સફકે આઈએસના અરેબિક ન્યૂઝ એજંસી અલ અમાકનો હવાલો આપતા લખ્યુ છે કે આઈએસમા મજબૂત ગઢ સીરિયાના રક્કામાં હવાઈ હુમલામાં બગદાદીનું મોત થઈ ગયુ છે. 
 
આ પહેલા સોમવારે ઈરાકના ટીવી ચેનલ એલ સુમેરિયાએ કહ્યુ કે આઈએસના કબજાવાળા મોસુલમાં ગઠબંધન સેનાના હવાઈ હુમલામાં બગદાદી ઘાયલ થયો છે.  અમેરિકી ટીવી નેટવર્ક સીએનએલે કહ્યુ કે અમેરિકી અધિકારીઓને આ વાતની ચોક્કસ માહિતી મળી હતી કે બગદાદી છેલ્લા 6 મહિનાથી આમ તેમ જવા દરમિયાન મોસુલ પણ ગયો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોર્ટ જામીન આપશે તો હું 6 મહિના બહાર રહીશ - હાર્દીક પટેલ