અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની કેબિનેટમાં ૪૪ વર્ષીય નિક્કી હેલીને વિદેશમંત્રીનો સ્થાન મળે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. તેઓને વિદેશ ખાતાના મંત્રી તરીકે જવાબદારી સોંપાઈ શકે છે.
બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરેલી સૂચિત યાદીમાં નિક્કી હેલીનું નામ છે.ઉલ્લેખનીય છે કે આ અગાઉ અન્ય ઈન્ડિયન અમેરિકન લુસીઆના પૂર્વ ગવર્નર રિપબ્લીકન બોબી જીંદાલનું નામ પણ કેબિનેટમાં હેલ્થ સેક્રેટરી તરીકે નક્કી થાય તેવી શક્યતા દર્શાવાઈ છે. પસંદગી પ્રાપ્ત ઉમેદવારોને ટ્રમ્પ રૂબરૂ મળી નામો જાહેર કરશે તેવું જાણવા મળે છે.