Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદીની મેજબાની ગમી નહી, ઓસ્ટ્રેલિયાઈ PM એ ભારતીયોને આપ્યો આઘાત, 457 વીઝા કર્યો રદ્દ

મોદીની મેજબાની ગમી નહી,  ઓસ્ટ્રેલિયાઈ PM એ ભારતીયોને આપ્યો આઘાત, 457 વીઝા કર્યો રદ્દ
મેલબર્ન. , મંગળવાર, 18 એપ્રિલ 2017 (17:34 IST)
ઓસ્ટ્રેલિયાએ વધતી બેરોજગારીનો સામનો કરવા માટે 95000થી વધુ અસ્થાયી વિદેશી કર્મચારીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવી રહેલ વીઝા કાર્યક્રમને મંગળવારે સમાપ્ત કરી દીધા. આ કર્મચારીઓમાં મોટાભાગના ભારતીય છે. આ કાર્યક્રમને 457 વીઝાના નામથી ઓળખવામાં આવે છે.  જેના હેઠળ કંપનીઓએ એ ક્ષેત્રોમાં ચાર વર્ષ સુધી વિદેશી કર્મચારીઓને નિમણૂક કરવાની અનુમતી હતી જ્યા કુશલ ઓસ્ટ્રેલિયાઈ કમદારોની કમી છે. પ્રધાનમંત્રી મૈલકૉમ ટર્નબુલે કહ્યુ અમે આવ્રજન દેશ છીએ અપ્ણ ઓસ્ટ્રેલિયાઈ કામગારોને અમારા દેશમાં રોજગારમાં પ્રાથમિકતા મળવી જોઈએ. તેથી અમે 457 વીઝા સમાપ્ત કરી રહ્યા છે. 
આ વીઝા દ્વારા અસ્થાયી રૂપે વિદેશી કર્મચારી અમારા દેશમાં આવે છે. આ વીઝા મુકનારાઓમાં મોટાભાગના ભારતના છે. ત્યારબાદ બ્રિટન અને ચીનનું સ્થાન છે. 
 
તેમણે કહ્યુ અમે 457 વીઝાને રોજગારના પાસપોર્ટ થવાની હવે અનુમતિ નહી આપીએ અને આ રોજગાર ઓસ્ટ્રેલિયાઈ લોકો માટે હોવો જોઈએ. એબીસીની રિપોર્ટ મુજબ 30 સપ્ટેમ્બરની સ્થિતિ મુજબ ઓસ્ટ્રેલિયામાં 95,757 કર્મચારી 457 વીઝા કાર્યક્રમ હેઠળ કામ કરી રહ્યા છે. હવે આ કાર્યક્રમના સ્થાન પર બીજો વીઝા કાર્યક્રમ લાવવામાં આવશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગયા વર્ષે ભારત છોડીને ગયેલા દારૂના વેપારી વિજય માલ્યાની લંડનમાં ધરપકડ, મેટ્રોપોલિટન કોર્ટમાં થશે રજૂ