Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમેરિકી છાપાએ કહ્યુ - યોગીને CM બનાવવા મુસ્લિમોનું અપમાન, ભારતનો પલટવાર

અમેરિકી છાપાએ કહ્યુ - યોગીને CM બનાવવા મુસ્લિમોનું અપમાન, ભારતનો પલટવાર
, શનિવાર, 25 માર્ચ 2017 (10:09 IST)
યોગી આદિત્યનાથને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવવાને લીને અમેરિકી છાપાએ ન્યૂયોર્ક ટાઈમ્સના સંપાદકીયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આલોચના કરવા પર ભારત સરકારે સખત વિરોધ બતાવ્યો છે.  ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતા ગોપાલ બાગલે એ આ લેખ પર કહ્યુ - 'બધા સંપાદકીય કે વિચાર વ્યક્તિપરક હોય છે. આ મામલે પણ આવુ જ છે. દેશ કે વિદેશમાં વિશુદ્ધ લોકતાંત્રિક રીતે નીકળવાના જનાદેશ પર શંકા કરવાની પ્રવૃત્તિ સવાલિયા નિશાન ઉભા કરે છે. 
 
ઉલ્લેખનીય છે કે આ અમેરિકી છાપાએ 'હિન્દુ કટ્ટરપંથીયોને મોદીએ ગળે લગાડ્યા' શીર્ષકથી છપાયેલ લેખમાં કહ્યુ હતુ કે 2014માં ચૂંટાયા પછીથી જ મોદી પોતાની પાર્ટીના કટ્ટર હિન્દુ બેસના તૃષ્ટીકરણ કરતા વિકાસ અને આર્થિક પ્રગતિના ધર્મનિરપેક્ષ લક્ષ્યોને પ્રમોટ કરી દગાની રમત રમી રહ્યા છે. 
 
આ સંપાદકીયમાં સાથે જ કહેવામાં આવ્યુ હતુ કે પ્રધાનમંત્રી મોદીની પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા "ફાયરબ્રાંડ હિન્દુ સંન્યાસી"ને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવવા ધાર્મિક રૂપે અલ્પસંખ્યકો માટે ચોંકાવનારુ અપમાન જેવુ છે. 
 
ઉલ્લેખનીય છે કે 11 માર્ચના રોજ આવેલ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં બીજેપી ગઠબંધને 325 સીટો જીતી હતી. આ પ્રચંડ બહુમત પછી બીજેપીએ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદ માટે પસંદ કર્યા હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

'ચાય પર ચર્ચા' માં ગુજરાતના BJP સાંસદ સભ્યોને બોલ્યા પીએમ મોદી - ઝૂંપડીમાં રાત વીતાવો