Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એંજેલીના જોલીના ત્રીજા લગ્ન તૂટ્યા, બ્રેંડ પિટથી અલગ થવાનુ આ છે કારણ ?

એંજેલીના જોલીના ત્રીજા લગ્ન તૂટ્યા, બ્રેંડ પિટથી અલગ થવાનુ આ છે કારણ ?
લોસ એંજિલિસ. , બુધવાર, 21 સપ્ટેમ્બર 2016 (11:24 IST)
હોલીવુડના જાણીતા દંપતિઓના જુદા થવાની પ્રકિયા ચાલુ છે. એંજેલીના જોલી-બ્રૈંડ પિટથી અલગ થવાનો રસ્તો પસંદ કરનાર નવુ દંપતિ છે. અભિનેત્રી-ફિલ્મકાર એંજેલીના જોલીએ લગ્નના બે વર્ષ પછી પોતાના પતિ અભિનેતા બ્રૈડ પિટથી ડાયવોર્સની અરજી આપી છે. 
 
તેમણે આનુ કારણ બંને વચ્ચે એવા મતભેદ હોવા બતાવ્યા જેને લઈને સુમેળ નથી થઈ શકતો. ટીએમજેડના સમાચાર મુજબ 41 વર્ષની અભિનેત્રીએ ગયા સોમવારે કાયદાકીય દસ્તાવેજ નોંધાવ્યા અને દંપતિના છ બાળકોની દેખરેખની જવાબદારી માંગી. તેમણે કહ્યુ કે પિટ બાળકોને સમય સમય પર મળી શકે છે. 
 
દંપતિના નિકટના સૂત્રોએ કહ્યુ કે એંજેલીના બાળકોની દેખરેખના પિટના વ્યવ્હારથી નારાજ છે અને આ કારણે તેણે છુટાછેડાની અરજી આપી.  એંજેલીનાએ 15 સપ્ટેમ્બર 2016ના રોજ અલગ થવાની તારીખ બતાવી છે. 
 
આ સમાચાર બંનેના પ્રશંસકો માટે દુખદ છે. પણ આ હેરાન કરનારી  નથી કારણ કે દંપતિની વચ્ચે સમસ્યાઓ થવાની અફવાઓ છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહી હતી. હોલીવુડની સૌથી પ્રસિદ્ધ જોડીયોમાંથી એક એંજેલીના-પિટે દસ વર્ષના પ્રેમ સંબંધો પછી ઓગસ્ટ, 2014માં લગ્ન કર્યા હતા. 
 
આ પહેલા આ વર્ષ જૉની ડેપ-એમ્બર રોજ, ટેલર સ્વિફ્ટ-કૈલ્વિન હૈરિસ, ટેલર સ્વિફ્ટ-ટૉમ હિડલ્સ્ટન, ડેમી લોવૈટો-વિલ્મર વાલ્ડેરમા અને ઓજી ઑસબર્ન-શૈરન ઓસબર્ન જેવી હોલીવુડની બીજી પ્રસિદ્ધ જોડીઓ અલગ થવાની જાહેરાત કરી ચુકી છે. 
 
જૉલીના આ ત્રીજા લગ્ન છે. આ પહેલા તે લગ્નના 3 વર્ષ પછી 1999માં અભિનેતા જૉની લી મિલર અને લગ્નના બે વર્ષ પછી 2002માં અભિનેતા બિલી બૉલ થૉર્નટન સાથે છુટાછેડા લઈ ચુકી છે. બીજી બાજુ પિટના આ બીજા લગ્ન છે. આ પહેલા તેમણે પાંચ વર્ષના લગ્ન પછી 2005માં ફ્રેંડ્સ સ્ટાર જેનિફર એનિસ્ટન સાથે છુટાછેડા લઈ લીધા  હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઉરી હૂમલાના પગલે દ્વારકા-સોમનાથમાં લોખંડી સુરક્ષા - સઘન દરિયાઈ પેટ્રોલિંગ શરુ કરાયું