દુનિયાભરમાં લગ્ન સાથે જોડાયેલી અનેક પરંપરાઓ છે. લગ્નના દિવસે વર પોતાની વધુને લગ્ન કરીને પોતાની ઘરે લઈને આવે છે. એક એવુ પણ સ્થાન છે જ્યા પુત્રીઓના લગ્ન તો થાય છે પણ તેની વિદાય થતી નથી. કારણ કે પુત્રીઓના લગ્ન તેમના પિતા સાથે જ થાય છે. બાંગ્લાદેશના મંડી જનજાતિની યુવતીઓ બાળપણથી જ પોતાના પિતા સાથે લગ્ન કરવાના સપના જોવા માંડે છે.
આ જાતિમાં લગ્ન પોતાના પિતા સાથે કરવાની પરંપરા છે. જનજાતિની એક યુવતી અરોલાનુ કહેવુ છે કે જ્યારે તે ખૂબ નાની હતી ત્યારે તેના પિતાનુ મોત થઈ ગયુ હતુ. તેની મા ના બીજા લગ્ન થઈ ગયા હતા. ત્યારથી તે પોતાના બીજા પિતાને પોતાના પતિના રૂપમાં જોવા માંડી છે.
બીજી બાજુ કોઈ મહિલાના પતિનુ ઓછી વયમાં જ મૃત્યુ થઈ જાય છે તો તે મહિલાને પોતાના પરિવારના માણસો સાથે લગ્ન કરવાના હોય છે. એવુ કહેવાય છે કે ઓછી વયમા પતિ નવી પત્ની અને તેની પુત્રી બંનેની સુરક્ષા કરી શકે છે. બીજી બાજુ આ સમયે ઓરોલાના પોતાના પિતાથી 3 જ્યારે કે તેની માતાના 2 બાળકો છે.