Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતમાં એંટ્રી માટે નામ દાઉદથી ડેવિડ કર્યુ, 26/11 પછી પણ ભારત આવ્યો - હેડલી

ભારતમાં એંટ્રી માટે નામ દાઉદથી ડેવિડ કર્યુ, 26/11 પછી પણ ભારત આવ્યો - હેડલી
મુંબઈ. , સોમવાર, 8 ફેબ્રુઆરી 2016 (11:54 IST)
મુંબઈમાં 26/11 હુમલાના દોષી ડેવિડ હેડલીની ગવાહી  અમેરિકાની શિકાગો જેલ પરથી વીડિયો કૉન્ફ્રેસિંગ દ્વારા કરવામાં આવી રહી છે. ડેવિડ કોલમેન હેડલીએ મુંબઈની કોર્ટને જણાવ્યુ કે તે નવ વખત મુંબઈ આવ્યો હતો. 8 વાર હુમલા પહેલા અને એક વખત હુમલા પછી. તેણે જણાવ્યુ કે તે 8 વાર સીધો પાકિસ્તાનથી ભારત આવ્યોહતો અને એકવાર યૂએઈથી ભારત આવ્યો હતો. 
 
હેડલીએ જણાવ્યુ કે હુમલાના બે વર્ષ પહેલા 2006 તેણે પાસપોર્ટમાં પોતાનુ નમ પણ બદલાવ્યુ હતુ. તેણે પોતાનુ નમ દાઉદ ગિલાનીથી ડેવિડ હેડલી કર્યુ જેથી તે ભારતમાં સહેલાઈથી પ્રવેશ કરી શકે. ડેવિડ હેડલીએ પોતાના પાસપોર્ટ ડિટેલ  વિશે જણાવ્યુ છે. તેણે જણાવ્યુ કે કેવી રીતે તેણે નકલી ડિટેલ આપીને વીઝા મેળવ્યા. તેણે પહેલા એક વર્ષનો વીઝા લીધો અને પછી પાંચ વર્ષનો વીઝા લીધો. 
 
નવો પાસપોર્ટ મળતા તે પાકિસ્તાન જઈને લશ્કરના પોતાના કાંટેક્ટ સાજિદ મીરને મળ્યો. સાજિદે તેને ભારત મોકલ્યો. મુંબઈ જઈને કોઈ ઓફિસ કે બિઝનેસ સે કરવા કહ્યુ જેથી તે વધુ સમય સુધી મુંબઈમાં રહી શકે. સાજિદે તેને મુંબઈનો વીડિયો બનાવીને  મોકલવા કહ્યુ. હેડલીએ કહ્યુ કે તેણે એક જનરલ આઈડિયા આવ્યો હતો કે તેની પાસેથી શુ કરવામાં આવી રહ્યુ છે. કોર્ટમાં હેડલીએ જણાવ્યુ કે તે લશ્કરનુ પૂરા મનથી સમર્થન કરતો હતો. 
 
અમેરિકી કોર્ટ હેડલીને 26/11 આતંકી હુમલાના ષડયંત્ર રચવા અને આતંકવાદીઓની મદદ કરવા બદલ  દોષી ઠેરવી ચુકી છે.  કોર્ટે તેને 35 વર્ષની સજા આપી છે. 

Share this Story:

Follow Webdunia gujarati