Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સિંધુ જળ સમજૂતી તૂટવાના અંજામથી ગભરાયો PAK, ઈંટરનેશનલ કોર્ટ વર્લ્ડ બેંક પહોંચ્યા

સિંધુ જળ સમજૂતી તૂટવાના અંજામથી ગભરાયો PAK, ઈંટરનેશનલ કોર્ટ વર્લ્ડ બેંક પહોંચ્યા
ઈસ્લામાબાદ. , બુધવાર, 28 સપ્ટેમ્બર 2016 (14:57 IST)
ઉડી આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાનને અલગ-થલગ કરવાનુ આંદોલન છેડી દીધુ છે.  સિંધુ જળ સમજૂતીને લઈને થયેલ હાઈ લેવલ મીટિંગમાં નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ - પાણી અને લોહી સાથ સાથે નથી વહી શકતા. સિંધુ જળ સમજૂતી તૂટવાની આશંકાને જોતા પાકિસ્તાન ગભરાઈ ગયુ છે અને તેણે આ સંધિને બચાવવા માટે હવે વર્લ્ડ બેંક પાસેથી મધ્યસ્થતા કરવાની અપીલ કરી છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલના મુજબ મંગળવારે પાકિસ્તાનના અટોર્ની જનરલ અશતર આસિફ અલીની આગેવાનીમાં એક ટીમને વોશિંગટન ડીસી સ્થિત વર્લ્ડ બેંકના મુખ્યાલય પહોંચીને ઓફિસરો સાથે મુલાકાત કરે અને વિશ્વ બેંકને સિંધુ જળ સમજૂતીને લઈને 1960ના અનુચ્છેદ 9નો હવાલો આપીને મદદ માંગી. 
 
ભારતથી ગભરાયુ પાકિસ્તાન 
 
ઉલ્લેખનીય છે કે ભારતના સખત વલણથી પાકિસ્તાન એટલુ ગભરાઈ ગયુ છે કે તેણે સિંધુ જળ સમજૂતીને લઈને ઉઠી રહેલ વિવાદ 
રોકવા માટે વર્લ્ડ બેંક પાસેથી ત્વરિત જજોની નિમણૂંક કરવાની અપીલ કરી છે. બીજી બાજુ પાકિસ્તાનની વિનંતી પછી વર્લ્ડ બેંકના મુદ્દાને ઉકેલવાનુ આશ્વાસન આપ્યુ છે.  એટલુ જ નહી ચેનાબ અને નીલમ નદી પર ચાલી રહેલ ભારતના પ્રોજેક્ટ્સને લઈને પણ પાકિસ્તાન દહેશતમાં છે અને તેણે વર્લ્ડ બેંક પાસેથી ભારતના નિર્માણાધીન પ્રોજેક્ટ્સ પર રોક લગાવવાની માંગ કરી છે.  પાકિસ્તાનનું કહેવુ છે કે ભારત નિયમોની અનદેખી કરી આ નદીઓ પર હાઈડ્રો પાવર માટે કામ કરી રહ્યુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાબરકાંઠામાં ડેન્ગ્યુનો કહેર, 15 જણા સપડાયાં