Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રોબો બન્યો વિશ્વનો સૌ પ્રથમ આર્ટ ગેલરીનો ગાઇડ

રોબો બન્યો વિશ્વનો સૌ પ્રથમ આર્ટ ગેલરીનો ગાઇડ
સીડની , બુધવાર, 17 ઑગસ્ટ 2016 (14:31 IST)
ઓસ્ટ્રેલિયાના પર્થમાં આવેલી આર્ટ ગેલરી ઓફ વેસ્ટર્ન ઇન્ડિયામાં છેલ્લા થોડા સમયથી મુલાકાતીઓની સંખ્યામા ઉત્તરોત્તર ઘટાડો નોંધાઇ રહ્યો હતો. વધુ મુલાકાતીઓને આકર્ષવા માટે આ આર્ટ ગેલરીના સંચાલકોએ અનોખો રસ્તો અપનાવ્યો. તેમણે પોતાને ત્યાં રાખેલી કળાકૃતિઓ વિશે લોકોને માહિતગાર કરવા માટે એગી નામના કયુટ હ્યુમનોઇડ રોબોને  કામે લગાડ્યો છે. 60  સેન્ટિમીટરગ  ઊંચાઇ ધરાવતો આ વાઇટ-બ્લુરોબો પર્થની જ સ્માર્ટબોટ્સ નામનીકંપનીએ તૈયાર કર્યો છે. એ આવનારા લોકોને જે-તે પેઇન્ટિંગ-કળાકૃતિ વિશે માહિતી આપે છે, ચિત્રમાં રહેલી આકૃતિઓને સંલગ્ન મ્યુઝિક અથવા તો   સાઉન્ડ ઇફેકટ વગાડે છે. પોતાની વાતને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે એ પોતે મ્યુઝિક સાથે ડાન્સ પણ કરે છે.એની આ નાનકડી સાઇઝને કારણે સ્વાભાવિક રીતે જ બાળકોને એ વધુ  પસંદ આવી રહ્યો છે હળવી શૈલીમાં વાત કરતા એગીની છાતી પર ગુરૂ લખેલી રિબન પણ પહેરાવવામાં આવી છે પોતાની આ તમામ ખૂબીઓ સાથે એગી વિશ્વનો સૌપ્રથમ રોબો-ડિજિટલ ગાઇડ બન્યો છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અનિલ અંબાણી, અરૂણ જેટલી, અમિત શાહ, અહેમદ પટેલ અને મોરારીબાપુએ આજે પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન કર્યાં