Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ અભિનેત્રીને કિસ કરવા ખર્ચ્યા 15 લાખ રૂપિયા

આ અભિનેત્રીને કિસ કરવા ખર્ચ્યા 15 લાખ રૂપિયા
, ગુરુવાર, 18 ડિસેમ્બર 2014 (11:28 IST)
શુ કોઈ પોતાની પસંદગીની અભિનેત્રીને એક કિસ માટે 15 લાખ રૂપિયા ખર્ચ કરી શકે છે ? પણ આવુ જ થયુ છે. તેને સેલિબ્રિટી ઈતિહાસની સૌથી મોંધી કિસ બતાવાય રહી છે. 
 
એક દિવાનાએ એક ચેરિટેબલ કાર્યક્રમ દરમિયાન એક ટીવી એક્ટ્રેસના એક કિસના બદલામાં લગભગ 15 લાખ રૂપિયા ખર્ચ કરી નાખ્યા. 
 
અસલમાં અમેરિકન ટીવી એક્ટ્રેસ ડિએના અગ્રોને એક સોશિયલ નેટવર્કિંગ સાઈટની 10મી વર્ષગાંઠ પ્રસંગે આવુ કર્યુ. તે એક મેહમાનના રૂપમાં એ કાર્યક્રમમાં હાજર હતી. આ કાર્યક્રમમાં ડિએનાએ એક ચેરિટેબલ ઈવેંટમાં પણ ભાગ લીધો. 
 
આ ઈવેંટમાં ડિએનાએ એક કિસ માટે બોલી લગાવી. બોલી 1000 ડોલરથી શરૂ થઈ. જે 23000 ડોલર ( 14.63.490 રૂપિયા) પર આવીને થોભી. 
 
વચન મુજબ ડિએનાએ બોલી લગાવનારા વ્યક્તિને કિસ કર્યુ. જેના બદલામાં મળનારી રકમ યુદ્ધ પ્રભાવિત બાળકોની મદદ માટે ખર્ચવામાં આવશે.  

Share this Story:

Follow Webdunia gujarati