Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાન - સવારે પેશાવરમાં આતંકી હુમલો, હવે મરદાનમાં ડબલ બ્લાસ્ટ, કુલ 10ના મોત

પાકિસ્તાન - સવારે પેશાવરમાં આતંકી હુમલો, હવે મરદાનમાં ડબલ બ્લાસ્ટ, કુલ 10ના મોત
પેશાવર. , શુક્રવાર, 2 સપ્ટેમ્બર 2016 (12:03 IST)
પાકિસ્તાન શહેરના પેશાવરમાં સવાર સવારે હુમલા પછી હવે મરાદનમાં કોર્ટની બહાર આતંકી હુમલો થયો છે. મરાદનમાં કોર્ટની બહાર બે બ્લાસ્ટ થયા છે. આ ફિદાયીન હુમલો હતો અને આ હુમલામાં 6 લોકો માર્યા ગયા છે. જ્યારે કે 40 લોકો ઘાયલ થયા છે. 
 
આ પહેલા સવારે પેશાવરના વર્સિક રોડ પર સ્થિત ક્રિશ્ચિયન કોલોનીમાં થયેલ આતંકી હુમલામાં બધા ચાર હુમલાવર માર્યા ગયા છે. પોલીસનુ કહેવુ છે કે જવાબી કાર્યવાહીમાં બધા આતંકવાદી માર્યા ગયા. આ હુમલો અમે જવાબી ફાયરિંગમાં કેટલાક નાગરિકો અને સુરક્ષાબળોના ઘાયલ થવાના સમાચાર છે. 
 
પાકિસ્તાની ફોજના પ્રવક્તા લેફ્ટિનેટ જરનલ આસિમ સલીમ બાજોહએ ટ્વીટ કરીને જણાવ્યુ કે ક્રિશ્ચિયન કોલોની પર હુમલા પછી સુરક્ષાબળોએ તરત કાર્યવાહી કરી અને ચાર આત્મઘાતી હુમલાવરને ઠાર કર્યા. પાકિસ્તાની મીડિયા મુજબ બધા હુમલાવર સુસાઈડ જૈકેટ પહેર્યુ હતુ. 
 
આઈએસપીઆરે જણાવ્યુ કે હુમલાવર હથિયાર અને ગોલાબારૂદથી સજ્જા હતા અને સવારે લગભગ 6 વાગ્યે જ ક્રિશ્ચિયન કોલોનીમાં ફાયરિંગ કરતા દાખલ થયા. હુમલાવરોએ સૌ પહેલા સુરક્ષાબળોને નિશાન બનાવ્યા. હુમલા પછી સુરક્ષાબળોએ વિસ્તારને ઘેરેમાં લઈ લીધુ અને ફાયરિંગમાં હુમલાવરોને ઠાર કર્યા.  આ ફાયરિંગમાં બે એફસી, એક પોલીસ અને બે સામાન્ય નાગરિક ઘાયલ થયા છે. 
 
કોલોનીના ઘરોની શોધ અને વિસ્તારની હવાઈ નજર પણ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરના મહિનામાં પેશાવરમાં અનેક આતંકવાદી હુમલા કરવામાં આવ્યા જેમા આતંકીઓએ સામાન્ય નાગરિકો સાથે સુરક્ષાબળોને નિશાન બનાવ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે ટ્રેડ યૂનિયનોની દેશવ્યાપી હડતાળ, 18 કરોડ શ્રમિકો જોડાવાની શક્યતા