Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પુત્રી સાથે પિતાએ 24 વર્ષ સુધી કર્યો રેપ, 7 બાળકોનો થયો જન્મ, જેલમાંથી હવે બહાર આવ્યો હેવાન બાપ

crime news
ઓસ્ટ્રિયા , બુધવાર, 17 જાન્યુઆરી 2024 (12:57 IST)
crime news

-  પુત્રીને કેદી બનાવવા માટે વર્ષો પહેલા ઘર નીચે ભોંયરૂ બનાવી કર્યુ પ્લાનિંગ 
-  પુત્રી ધાર્મિક સંગઠનમાંં જોડાવવા ઘરેથી ભાગી ગઈ હોવાની સ્ટોરી ઉભી કરી 
 
દુનિયામાં એકથી એક વધુ ખૂંખાર અને હેવાન અપરાધી થયા છે. જેમના અપરાધોને જાણીને તમારા હાથપગ ધ્રુજી જશે. આવો જ એક નરાધ હતો ઓસ્ટ્રિયા(austria)ના એમ્સ્ટેટનનો જોસેફ ફ્રિટૂજલ (Josef Fritzl), જેના 
જઘન્ય અપરાધની દુનિયાભરમાં ચર્ચા થઈ. 
 
ઉલ્લેખનીય છે કે જોસેફ ફ્રિટજલે પોતાની જ પુત્રી એલિજાબેથ ફ્રિટજલ  (Elisabeth Fritzl)ને કુલ 24 વર્ષ સુધી એક કેદખાનામાં કેદ રાખી અને તેની સાથે રેપ કર્યો. આ દરમિયાન એલિજાબેથ પોતાના જ પિતાના સાત બાળકોની માતા બની. 
 
મુક્ત થઈ શકે છે હેવાન બાપ 
પુત્રીને 24 વર્ષ સુધી સેક્સ સ્લેવ બનાવી રાખનારા અને તેને ટોર્ચર કરવાના જોસેફના પાપના ઘડો 2009મા ફુટ્યો અને તેને ઉમ્ર કેદની સજા થઈ. પણ રિપોર્ટ્સ મુજબ તાજા અપડેટ એ છે કે હવે તે સમાજ માટે ખતરો નથી. માનીને તેને હવે 16 વર્ષની જેલમાંથી મુક્ત કરી શકાય છે. 
 
પુત્રીનો હજારોવાર બળાત્કાર, 7 બાળકોનો જન્મ 
જોસેફે પોતાની પુત્રી એલિજાબેથને 18 વર્ષની વયથી લઈન 42 વર્ષની વય સુધી તેને એક ભોંયરામાં બંધ રાખી હતી. તેણે હજારો વાર તેનો રેપ કર્યો જેનાથે તે પોતાના જ પિતાના 7 બાળકોની માતા બની. 
 
જ્યારે એલિજાબેથ 11  વર્ષની હતી ત્યારથી જોસેફે તેનુ યૌન શોષણ કર્યુ હતુ. ભોંયરામાં કેદ કર્યા બાદ તેણે તેની સાથે રેપ કરવો શરૂ કર્યો હતો. ક્યારેક ક્યારેક તો તે દિવસમાં અનેકવાર તેની સાથે બળાત્કાર કરતો. 
 
એલિજાબેથના ત્રણ બાળકોને તેની સાથે કેદમાં મુકવામાં આવ્યા હતા. બીજી  બાજુ એક બાળકનુ જન્મ થતા જ મોત થયુ હતુ. જ્યારે કે ત્રણ બાળકોને જોસેફે પોતાના ઘરમાં પોતાની પત્ની સાથે મળીને ઉછેર્યા.  તેણે લોકોને કહ્યુ કે આ બાળકો કોઈ તેના ઘરની બહાર છોડી ગયુ હતુ. 
 
બાળકો સામે દુષ્કર્મ અને અશ્લીલ વીડિયો 
તે ફક્ત પુત્રીનો રેપ જ નહોતો કરતો પણ તેનો અશ્લીલ વીડિયો પણ બનાવતો અને ક્યારેક ક્યારે તે બાળકો સામએ જ તેની પર બળાત્કાર કરતો હતો. 
 
ફ્રિટજલે અનેક દિવસો સુધી લાઈટ બંધ કરીને એલિજાબેથ અને તેના બાળકોને ભોંયરામાં તડપાવ્યા હતા. તેને ધમકી આપતો હતો કે જો કોઈએ અહીથી નીકળવાની કોશિશ કરી તો તેને ઈલેક્ટ્રીક શૉક આપવામાં આવશે. 
 
વર્ષોની પ્લાનિંગ પછી પુત્રીને કેવી રીતે કેદ કરી ?
જોસેફે એલિજાબેથને બંદી બનાવવાના અનેક વર્ષ પહેલા ઘર અને બગીચાની નીચે એક ભોંયરાનુ કંસ્ટ્રક્શન શરૂ કરી દીધુ હતુ. તેણે તેનો અંતિમ દરવાજો ફિટ કરવા માટે પોતાની 18 વર્ષની પુત્રી એલિજાબેથ પાસે મદદ માંગી. 
 
એ જેવી ભોંયરા પાસે પહોચી તો જોસેફે તેના મોઢા પર ઈથરથી પલાળેલુ કપડુ મુક્યુ અને તેને ભોયરામાં બંધ કરી.  કારણ કે એલિજાબેથ પહેલા એકવાર ઘરમાંથી ભાગી ચુકી હતી અને તેની માતાએ લાપતાની રિપોર્ટ નોંધાવી હતી. 
 
તો સમાજમાં ફ્રિટજલની સ્ટોરી પર સહેલાઈથી વિશ્વાસ કરી લેવામાં આવ્યો જેમા તેણે કહ્યુ હતુ કે તેની પુત્રી કોઈ ધાર્મિક સંગઠનમાં સામેલ થવા માટે ઘરમાંથી ભાગી ગઈ છે. તેને સ્ટોરીને સપોર્ટ કરવા માટે તેને ભોંયરામાથી એલિજાબેથ પાસેથી પત્ર લખાવડાવ્યા જેમા ભાગેને ધાર્મિક સંગઠનમાં સામેલ થવાની વાત હતી. 
 
કેવી રીતે પકડાયો જોસેફ ?
વર્ષ 2008મા એલિજાબેથની 19 વર્ષીય પુત્રી કર્સ્ટન ગંભીરરૂપે બીમાર થઈ ગઈ. જોસેફ તેને હોસ્પિટલ લઈ ગયો તો ડોક્ટરોને તેની હાલત જોઈને શક થયો અને તેમણે પોલીસને ફોન કર્યો. 
 
પોલીસે પહોચીને બાળકીની માતાને બોલાવવા માટે કહ્યુ તો મજબૂરીમાં જોસેફને એલિજાબેથને બહાર કાઢવી પડી. તે તેને ખોટુ બોલવાનુ કહીને ડરાવી ધમકાવીને પોલીસ આગળ લઈ ગયો. પોલીસને તેની હાલત પર પણ શક થયો. પણ તે પોતાના બાળકોના બચાવના ભયને લઈને કશુ બોલવા તૈયાર નહોતી. 
 
પોલીસે તેને અપરાધીને સજા અપવાવાની વાત કહીને હિમંત આપી તો તેણે બોલવુ શરૂ કર્યુ. તેની સ્ટોરી સાંભળીને માનો લોકોના રૂવાંટા ઉભા થઈ ગયા.  પોલીસએન જાણીને નવાઈ લાગી કે તેણે અને તેની પુત્રીએ 24 વર્ષમાં પહેલીવાર સૂરજની રોશની જોઈ છે.  ત્યારબાદ જોસેફ કાયદાના હવાલે થયો અને તેને ઉંમરદે થઈ. 
 
'હવે તે ખતરનાક નથી, તેને છોડી શકાય છે'
મેટ્રો યુકેએ અહેવાલ આપ્યો હતો કે 'તેમની સજાની શરતો હેઠળ, જોસેફ આ વર્ષે પેરોલ માટે લાયક હોઈ શકે છે અને તેના માનસિક રિપોર્ટના આધારે તેને મુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે જે જણાવે છે કે તે હવે કોઈ જોખમ નથી.
"હું પહેલેથી જ તેના માટે શરતી મુક્તિ મેળવવાની પ્રક્રિયામાં છું," ફ્રિટ્ઝલના વકીલ એસ્ટ્રિડ વેગનરે સ્થાનિક સમાચાર આઉટલેટ ક્રોનેન ઝેઇટંગને કહ્યું. "જો અરજી સ્વીકારવામાં આવશે, તો તે ઘરે જઈ શકશે," તેણીએ કહ્યું, મિરર અનુસાર .
 
એલિઝાબેથ અજાણ્યા ગામમાં બાળકો સાથે રહે છે, ટ્રોમા થેરાપીમાંથી પસાર થાય છે
મિરરના અહેવાલ મુજબ, 'એલિઝાબેથ' (ટ્રાયલ પછી આપવામાં આવ્યું નવું નામ) હવે તેના છ બાળકો સાથે ઑસ્ટ્રિયન ગ્રામ્ય વિસ્તારમાં એક અજાણ્યા ગામમાં રહે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રામલલા માટે ખાસ કપડાં, ત્રણ વાર આરતી, શું છે આરતી અને દર્શનનો સમય