Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પેલેટ ગનને બદલે પ્રદર્શનકારીઓ પર છોડાશે PAVA સેલ્સ

પેલેટ ગનને બદલે પ્રદર્શનકારીઓ પર છોડાશે  PAVA સેલ્સ
, શુક્રવાર, 26 ઑગસ્ટ 2016 (10:58 IST)
ગૃહ મંત્રી રાજનાથ સિંહે બુધવારે શ્રીનગરમાં કહ્યુ કે સરકાર કાશ્મીરમાં પેલેટ ગનના ઉપયોગ અને તેના પર ઉપજેલ વિવાદથી વાકેફ છે. તેમણે કહ્યુ સીએમ મહેબૂબા મુફ્તી સાથે એકસાથે પ્રેસ કૉન્ફ્રેંસમાં જણાવ્યુ કે જલ્દી આનો વિકલ્પ અમારી પાસે રહેશે. બીજી બાજુ સમાચાર છે કે ગૃહ મંત્રાલયના એક એક્સપર્ટ પેનલ પેલેટ ગનને બદલે PAVA સેલ્સના ઉપયોગ પર વિચાર કરી રહ્યુ છે. પાવા શેલ મરચાના ગોળા છે જેનાથી વધુ નુકશાન થતુ નથી. 
 
ઘાટીમા છેલ્લા 49 દિવસથી ચાલી રહેલ અશાંતિ અને હિંસા દરમિયાન પત્થરબાજી અને પ્રદર્શનકારીઓ પર કાબૂ મેળવવા માટે સુરક્ષાબળ પેલેટ ગનનો ઉપયોગ કરી રહ્યુ છે. આ નાના-નાના ધાતુના છર્રા હોય છે જે શરીરમાં જઈને ખૂંચે છે. આ તરફ વિવાદ ત્યારે વધ્યો જ્યારે પેલેટ ગનથી ઘાયલ અનેક લોકોએ આંખોની રોશની ગુમાવ્યાની વાત સામે આવી. 
 
સાત સભ્યોની કમિટી શોધી રહી છે વિકલ્પ 
 
સૂત્રો મુજબ જાણવા મળ્યુ છે કે ગૃહ મંત્રાલયની એક્સપર્ટ કમિટી મરચાના ગોળાને ધાતુના છર્રાના વિકલ્પના રૂપમા જોઈ રહી છે. જો કે હાલ તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સરકારી સૂત્રોના હવાલાથી છાપાએ લખ્યુ છે કે ગૃહ મંત્રાલયના કેટલાક અધિકારીઓ, બીએસએફ, સીઆરપીએફ, જમ્મુ કાશ્મીર પોલીસ, આઈઆઈટી દિલ્હી અને ઑર્ડનેસ ફેક્ટરી બોર્ડના 7 સભ્યોવાળી કમિટી ભીડને નિયંત્રિત કરવા માટે વિકલ્પ શોધી રહી છે. 
 
 
એક વર્ષથી ટ્રાયલ પર છે પાવા શેલ 
 
ગૃહ મંત્રીના મુજબ આ પેનલ જલ્દી જ એક પોતાની રિપોર્ટ સોંપશે. જ્યારબાદ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ પાવા શેલ્સને સાયંટિફિક એંડ ઈંડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) હેઠળ લખનૌ સ્થિત પ્રયોગશાળામાં ઈંડિયન ઈંસ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી રિસર્ચન વિકસિત કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યુ કે પાવા ગોળા IITRમાં એક વર્ષથી પણ વધુ સમયથી ટ્રાયલમાં છે. 
 
બીએસએફે સુઝાવ્યો હતો આ ઉપાય 
 
પાવા મતલબ પેલાગોર્નિક એસિડ વનીલલ અમાઈડને નૉનિવમાઈડના નામથી પણ ઓળખવામાં આવે છે. આ પ્રાકૃતિક કાળા મરીમાં જોવા મળતુ કાર્બનિક યૌગિક છે. તેનો ઉપયોગ સામેવાળી વ્યક્તિના શરીરમા બળતરા પેદા કરે છે અને તે કશુ ન કરી શકવાની હાલતમાં પહોંચી જાય છે. આ ગોળાથી વધુ નુકશાન થતુ નથી. આ ઉપરાંત બીએસએફના ટીએસયૂ દ્વારા બનાવવામાં આવેલ સ્ટન ગ્રેનેડ પણ એક વિકલ્પના રૂપમાં જોવામાં આવી રહ્યુ છે.  આ ટારગેટને બેહોશ કરી દે છે અને થોડી મિનિટ માટે આંધળુ  કરી દે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બલુચિસ્તાનમાં મોદીના નામના નારા, પાકિસ્તાની ઝંડો સળગાવ્યો