Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Googleના Doodleમાં ડૉ.હરગોવિંદ ખુરાના, જાણો 5 મોટી વાતો

Googleના Doodleમાં ડૉ.હરગોવિંદ ખુરાના, જાણો 5 મોટી વાતો
, મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (11:37 IST)
અમારા ડીએનએના જરૂરી કાર્ય અને પ્રથમ સિંથેટિક જીનના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ભારતીય અમેરિકી વૈજ્ઞાનિક ડૉ. હરગોવિંદ ખુરાનાને ગૂગલનો ડૂડલ બનાવીને સમ્માન આપ્યું છે. આવો જાણીએ આ અવસર પર ડૉ. ખુરાના વિશે જાણે છે. 
ડૉ.હરગોવિંદ ખુરાના એ ભારત દેશમાં જન્મેલા પ્રખ્યાત વૈજ્ઞાનિકોમાંના એક છે. એમનો જન્મ 9 જાન્યુઆરી, 1922ના દિવસે ભારતના (અંગ્રેજી શાસન હેઠળ આવેલા) પંજાબ રાજ્યના રાયપુર (હાલમાં પકિસ્તાનમાં) ખાતે એક સાધારણ પરિવારમાં થયો હતો.
 
૧૯૬૦માં તેઓ અમેરિકામાં વિસ્કાન્સીન યુનિવર્સીટીમાં ગયા . અમેરીકા ગયા પછી તેઓ ત્યાંજ રોકાઈ ગયા અને ત્યાનું નાગરિકત્વ મેળવી લીધું .
 
જિનેટિક કોડનું વિશ્લેષણ માટે માર્શલ નીરેનબર્ગ અને રોબોર્ટ હર્લી સાથે વિજ્ઞાન ક્ષેત્રમાં 1968માં નોબલ એવોર્ડ મળ્યો હતો . ડૉ ખુરાના અને તેમની ટીમ સાબિત કર્યું કે તમામ જીવંત સંરચનાને સમાન લાગુ થતી જૈવિક ભાષાને ત્રણ શબ્દોથી ઓળખી શકાય છે . ડૉ ખુરાનાએ રંગસુત્રો પર ઘણું સંશોધન કર્યા છે . અત્યારે જે કૃત્રિમ જિંસ લેબોરેટરીમાં તૈયાર કરી શકાય છે તે ડૉ. ખુરાનાને આભારી છે .
 
9  નવેમ્બર, 2011 ૨૦૧૧ના દિવસે અમેરિકા ખાતે આ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક 89 વર્ષનું આયુષ્ય ભોગવી અવસાન પામ્યા.
 
9  જાન્યુઆરી 2018 ના રોજ ગુગલે તેમના માનમાં તેમના 96મા જન્મદિને ડૂડલ પ્રસિદ્ધ કર્યું હતું.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પોલીસે યુવા હુંકાર રેલીની મંજુરી આપી નહી, જિગ્નેશ મેવાણી રેલી કરવા પર જીદે ચઢ્યા