Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જે દેશોએ અમારો સાથ નથી આપ્યો તેઓ પોતે જ પોતાની લડાઈ લડે, હોર્મુજ જાવ તેલ લાવો, બ્રિટનને ટ્રંપની બે ટૂક

trump
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ઈરાન યુદ્ધ વચ્ચે એક ખૂબ જ તીખુ નિવેદન આપ્યુ છે. જે દેશોએ ઈરાન વિરુદ્ધ લડાઈમાં અમેરિકાનો સાથ નથી આપ્યો એ દેશોને ટ્રંપે કહ્યુ કે  તમારી લડાઈ તમે જાતે લડો. અમેરિકા તેમનો સાથ નહી આપે. તેમણે કહ્યુ કે હોર્મુજના રસ્તે તેલ લેવા માટે તેમણે પોતાની લડાઈ લડવી પડશે.  આ સાથે જ તેમણે કહ્યુ કે ઈરાન સંમ્પૂર્ણ રીતે બરબાદ થઈ ચુક્યુ છે. 
 

યૂકે પર ઉતાર્યો ગુસ્સો 

 
ડોનાલ્ડ ટ્રંમ્પે સોશિયલ ટૂથ પર એક પોસ્ટમાં યૂનાઈટેડ કિંગ્ડમ પર પોતાનો ગુસ્સો ઉતાર્યો. કારણ કે અનેકવાર ટ્રંપની તરફથી મદદની માંગ કરવામાં આવી પણ યૂનાઈટેડ કિંગ્ડમે આ યુદ્ધમાં ઉતરવાની ના પાડી દીધી. ટ્રંપે સાર્વજનિક કહ્યુ કે નાટોના દેશ અમેરિકાની મદદ માટે આગળ આવ્યા પણ ટ્રંપને નિરાશા મળી.  ઈરાન યુદ્ધમાં સંમ્પૂર્ણ રીતે ફસાય ચુકેલા ડોનાલ્ડ ટ્રપ સોશિયલ ટ્વિટ પર તીખા નિવેદનો આપી રહ્યા છે. 
 

 ટ્રંપે આપી બે સલાહ 

 
ડોનાલ્ડ ટ્રંપે લખ્યુ - એ બધા દેશ જેમણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને કારણે જેટ ફ્યુલ નથી મળી રહ્યુ, જેવા કે યૂનાઈટેડ કિંગડમ, જેણે ઈરાનને ખતમ કરવાની જંગમાં સામેલ થવાની ના પાડી દીધી હતી. તેમને માટે મારી પાસે એક ભલામણ છે. નંબર 1, અમેરિકા પાસેથી તેલ ખરીદો. કારણ કે અમારી પાસે તેની કોઈ કમી નથી.  અને નંબર 2 થોડી હિમંત બતાવો, હોર્મુજ સ્ટ્રેટ સુધી જાવ, અને બસ  તેને લઈ લો.  હવે તમારે ખુદ ખુદની માટે લડાઈ લડતા શીખવુ પડશે. અમેરિકા હવે તમારે મદદ માટે ત્યા હાજર નહી રહે. ઠીક એ જ રીતે જે રીતે તમે અમારી માટે હાજર નહોતા.  હકીકતમાં ઈરાન પૂરી રીતે બરબાદ થઈ ચુક્યુ છે. મુશ્કેલ કામ થઈ ચુક્યુ છે.  હવે જાવ અને તમારુ તેલ જાતે મેળવો.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hanuman Jayanti 2026 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ