Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#webviral અહી માણસો છે પિંજરામાં કેદ અને ખુલ્લા ફરી રહ્યા છે જાનવર.... !

#webviral અહી માણસો છે પિંજરામાં કેદ અને ખુલ્લા ફરી રહ્યા છે જાનવર.... !
, બુધવાર, 15 જૂન 2016 (11:48 IST)
એક એવુ સ્થાન છે જ્યા માણસો અને જાનવરોનુ સ્થાન પરસ્પર બદલાય ચુક્યુ છે.  વિશ્વાસ કરવો મુશ્કેલ છે પણ ચીનના લેહે લેડ્ડુ વાઈલ્ડલાઈફ ઝૂ(પ્રાણીસંગ્રહાલય)માં આવુ થઈ રહ્યુ છે. ખતરનાકથી ખતરનાક જાનવર ખુલ્લા ફરી રહ્યા છે. તો બીજી બાજુ માણસોને પિંજરામાં બંધ કરી દેવામાં આવે છે. 
આ ઝૂ માં આવનારા વિઝિટર પૈસા આપીને પિંજરામાં બંધ થાય છે અને અહી ફરે છે. આ જાનવરોને બંધ કરવાથી સારુ માનવામાં આવી રહ્યુ છે અને લોકો તેને પસંદ કરી રહ્યા છે. લોકો જાનવરો પાસે રહે છે પણ તેમણે કોઈ નુકશાન થતુ નથી કારણ કે તે પિંજરામાં બંધ હોય છે. 
 
ખાસ વાત તો એ છે કે લોકો પોતાના  મનથી આવુ કરી રહ્યા છે. ચોંગકિન સિટીમાં સ્થિત આ ઝૂ આખી દુનિયાના કેટલાક એવા પાર્કમાંથી એક છે જ્યા લોકો એવા વાહનોમાં હોય છે જે પિંજરા જેવા હોય છે. આ પિંજરામાંથી જ તેઓ જાનવરોને ખાવાનુ આપે છે. 
 
આ ઝૂ 2015માં ખોલવામાં આવ્યુ અને ત્યારથી લોકોને ખૂબ પસંદ પડી રહ્યુ છે. પિંજરામાં રહેવા છતા પણ ટુરિસ્ટોએ સાવધાન રહેવાનુ હોય છે કારણ કે જાનવરોને ખાવાનુ આપતી સમયે તેમનો હાથ પકડી લેવાનો ભય રહે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વૈષ્ણોદેવીમાં લીધો પત્નીનો જીવ, લાશને પહાડ પરથી ફેંકી દીધી