ચીનના મીડિયામાં હાલ એક વ્યક્તિ પોતાના વિચિત્ર લગ્નને લઈને ચર્ચામાં છે. એક એંજિનિયરને જ્યારે ગર્લફ્રેંડ ન મળી તો તેણે પોતે જ બનાવેલ રોબોટ સાથે લગ્ન કરી લીધા.
31 વર્ષના ઝેંગ જિયાજિયા અને તેની રોબોટ દુલ્હન યિંગિગની વેડિંગ સેરેમની માં પરિવાર અને મિત્ર સામેલ થયા. 30 કિલોની આ ફીમેલ રોબોટ સાથે હવે તે બાકીનું જીવન જીવવા માંગે છે. આ સેરેમનીમાં ઝેંગની માતા પણ હાજર હતી.
ઝેંગ પાસે આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ એંડ ડિઝાઈનમાં માસ્ટર ડિગ્રી છે અને તેણે ગયા વર્ષે એક મહિલા રોબોટ યિંગિંગને બનાવેલ જે કેટલાક ચીની અક્ષરો અને તસ્વીરોને ઓળખી શકે છે અને કેટલાક શબ્દ પણ બોલી શકે છે.
તેના એક મિત્રએ સ્થાનીક મીડિયાને જણાવ્યુ કે ઝેંગ પોતાને માટે ગર્લફ્રેંડ શોધવામાં સફળ રહ્યુ, તો તેણે એક ફીમેલ રોબોટ બનાવવા વિશે વિચાર્યુ જેમા તે બધા ગુણ રહેલા હોય જે તે પોતાની દુલ્હનમાં જોવા માંગતો હતો.
એવુ પણ કહેવામાં આવ્યુ છે કે બંનેયે લગ્ન પહેલા બે મહિના ડેટિંગ પણ કરી.
હવે તે પોતાની પત્નીને અપગ્રેડ કરવાની તૈયારી કરી રહ્યો છે. જેથી તે ચાલી શકે અને ઘરના કામ-કાજમાં પણ તેની મદદ કરી શકે. ઝેંગે પોતાની બાકી જીંદગી ફીમેલ રોબોટ સાથે વિતાવવાની તૈયારી પણ કરી રહ્યો છે. આ અનોખા લગ્નની ઝેંગની ફેમિલી ખૂબ જ ખુશ છે.