ચીન વિશે છેલ્લા ઘણા વર્ષોમાં તમામ એવી ફરિયાદો આવી રહી છે કે તે ખાદ્ય પદાર્થોમાં જોરદાર મિલાવટ કરી કે નકલી ખાદ્ય સામગ્રી બીજા દેશોમાં મોકલે છે. ચીનમાં બનનારા પ્લાસ્ટિકના ચોખાને લઈને રાસાયણિક ઈંડાની ફરિયાદો પછી એક વધુ ચોંકાવનારો ખુલાસો થયો છે કે ચીન આફ્રિકી દેશોને મોકલવામાં આવતા માંસમાં માણસોનુ માંસ પણ મિક્સ કરે છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીન લાવારિસ લાશોનુ માંસ ડબ્બામાં બંધ કરી નિકાસ કરે છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જામ્બિયાની મીડિયાએ થોડા દિવસો પહેલા છાપી હતી કે ચીન પોતાના મરનારા લાવારિસ નાગરિકોને સિરકામાં નાખીને તેમનુ મીટ આફ્રિકી દેશોને મોકલી આપે છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ હતુ કે ચીન કૈનમાં પૈક કરીને માણસોનુ મીટ આફ્રિકી દેશોમાં વેચે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે ચીનમાં લાવારિસ લોકોના મોત થતા તેમની લાશના ક્રિયાકર્મની વ્યવસ્થા નથી. તેથી તેમને કૈનમાં બંધ કરીને આફ્રિકી દેશોને મોકલવામાં આવે છે. મીડિયાએ ચીનની ફેક્ટરીઓમાં કામ કરનારા લોકોના હવાલાથા આ દાવો કર્યો હતો.
કેવી રીતે થયો ખુલાસો - ચીન છાપુ સીઆરજે મીડિયાના મુજબ છેલ્લા કેટલાક દિવસોથી જામિયાની એક મહિલાની ફેસબુક પોસ્ટ ખૂબ શેયર કરવામાં આવી રહી છે.
એ મહિલાનો દાવો છે કે ચીનની બીફ કંપનીઓ માણસોની લાશોને એકત્ય્ર કરી તેને કોર્નડ બીફ (મીઠુ લગાવીને મુકવામાં આવેલુ માંસ) બતાવીને આફ્રિકી દેશોમાં વેચી રહી છે.
મહિલાનુ નામ બારબરા અકુઓસા એબોએગે બતાવાય રહ્યુ છે. ટ્વિટર પર તેની ફેસબુક પોસ્ટના સ્ક્રીનશૉટ્સ શેયર કરવામાં આવી રહ્યા છે. જામ્બિયાના એક લોકલ ન્યૂઝપેપર Kachepaએ પણ આ વિશે 'China feeding Africa with human meat' નામની એક રિપોર્ટ પબ્લિશ કરી હતી.
આફ્રિકી દેશ જામ્બિયામાં વર્તમાન ચીનના રાજનાયક યાંગ યોમિંગે થોડા દિવસો અગાઉ જામ્બિયાની મીડિયાની એક રિપોર્ટનુ ખંડન કરતા તેને આફ્રિકામાં ચીનની છબિને ખરાબ કરવાનો પ્રયત્ન બતાવ્યો છે. વોશિંગટન પોસ્ટના સમાચાર મુજબ યાંગ યોમિંગે આ રિપોર્ટને બકવાસ બતાવતા તેને જામ્બિયા અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલ સારા સંબંધોને ખરાબ કરવાનુ ષડયંત્ર બતાવ્યુ છે.
ચીની રાજદૂતે જામ્બિયા પાસે આ મામલાની વિસ્તૃત તપાસ કરવાનો આગ્રહ કર્યો છે. બીજી બાજુ જામ્બિયાના રક્ષા પ્રમુખ ક્રિસ્ટોફર મુલેંગાએ ચીન પાસે આ રિપોર્ટ પર માફી માંગી છે. તેમને આ મામલામાં પૂરી તપાસ કરી અધિકારિક નિવેદન રજુ કરવાનો પણ વિશ્વાસ બતાવ્યો છે.