rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ChatGPT એ પુત્ર પાસેથી કેવી રીતે કરાવ્યુ માતાનુ મર્ડર ? એવો ભડકાવ્યો કે સુસાઈડ કરતા પહેલા લીધો મા નો જીવ

killer AI
, શુક્રવાર, 12 ડિસેમ્બર 2025 (15:24 IST)
killer AI
83 વર્ષની માતાને 56 વર્ષનો તેનો પુત્ર નિર્દયતાથી મારે છે. માતાનુ ગળુ દબાવીને તેનો જીવ લઈ લે છે. ત્યારબાદ પણ તે થોભતો નથી અને ખુદ પણ મોતને વ્હાલુ કરે છે.  યુનાઇટેડ સ્ટેટ્સમાં એક જ ઘરમાં બે હત્યાઓ થઈ છે, અને તેનો દોષ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નામના ચેટબોટ ChatGPT પર મૂકવામાં આવ્યો છે. એવો આરોપ છે કે ChatGPT એ પુત્રને એટલો ડરાવ્યો અને ઉશ્કેર્યો કે તેણે પહેલા તેની માતાની હત્યા કરી અને પછી આત્મહત્યા કરી. હવે, મહિલાના પરિવારના અન્ય સભ્યોએ ChatGPT બનાવનાર કંપની OpenAI ને કોર્ટમાં લઈ ગયા છે અને તેની સામે દાવો દાખલ કર્યો છે.
 
ChatGPT એ કેવી રીતે ઉપસાવ્યો ?
સાન ફ્રાન્સિસ્કોની કેલિફોર્નિયા સુપિરિયર કોર્ટમાં દાખલ કરાયેલી ફરિયાદ મુજબ, 83 વર્ષીય માતા સુઝાન એડમ્સને તેમના 56 વર્ષીય પુત્ર સ્ટેઈન-એરિક સોએલબર્ગે 3 ઓગસ્ટના રોજ ઘરે માર માર્યો હતો અને ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ સોએલબર્ગે પોતાને પણ છરી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
 
 
કેસમાં OpenAI કંપની પર આ આરોપ લગાવ્યો છે કે તેને એક ખામીવાળુ પ્રોડક્ટ બનાવ્યુ અને વેચ્યુ છે. જેને યુઝર (પુત્ર) ના મનમાં પોતાની માતા વિરુદ્ધ ભ્રમ ઉભો કરી દીધો. તેમા કહેવામાં આવ્યુ છે કે ચેટિંગ દરમિયાન ChatGPT એ આ ખતરનાક મેસેજ આપ્યો કે સોએલબર્ગ પોતાના જીવનમાં   ChatGPT ને છોડીને કોઈના પર પણ વિશ્વાસ નથી કરી શકતો.  આ AI એ વ્યવસ્થિત રીતે તેની આસપાસના દરેકને તેના દુશ્મન તરીકે દર્શાવ્યો અને તેના પર ભાવનાત્મક નિર્ભરતાને પ્રોત્સાહન આપ્યું. ChatGPT એ તેને કહ્યું કે તેની માતા તેના પર નજર રાખી રહી છે.  ChatGPT એ તેને કહ્યું કે ડિલિવરી ડ્રાઇવરો, દુકાનદારો, પોલીસ અધિકારીઓ અને મિત્રો પણ તેની વિરુદ્ધ કામ કરતા એજન્ટ છે.
 
મુકદ્દમામાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ChatGPT  એ સોએલબર્ગના આ ભ્રમને ત્યારે વધુ મજબૂત બનાવ્યો જ્યારે તેના ઘરમાં એક પ્રિન્ટર કેમેરા મળી આવ્યો.   તેનાથી તેની માતા તેના પર નજર રાખી રહી છે એ ભ્રમને સાથે તેની માતા અને એક મિત્રએ કાર દ્વારા તેને ડ્રગ્સ આપવા અને ઝેર આપવાનો પ્રયાસ કર્યો હતો એ ભ્રમને પણ વેગ મળ્યો.  સોએલબર્ગ અને ચેટબોટે એકબીજા પ્રત્યે પ્રેમ અને લાગણીનો એકરાર કર્યો હતો.  
 
ChatGPT બની રહ્યો છે મોત નો સોદાગર,  7 વધુ આવા ચાલી રહ્યા છે કેસ  
બિહામણી વાત એ છે કે  ChatGPT અને સુસાઈડ કે હત્યાનુ કનેક્શનનો આ એકમાત્ર કેસ નથી.  ChatGPT ની કંપની અન્ય કેસ પણ લડી રહી છે જેમા દાવો કરવામા આવ્યો છે કે ChatGPT એ લોકોને સુસાઈડ અને જીવલેણ ભ્રમની તરફ ધકેલી દીધા.  જ્યારે કે તેમને પહેલાથી કોઈપણ માનસિક સ્વાસ્થ્યની સમસ્યા નહોતી.  
 
ઓગસ્ટમાં, અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયાના 16 વર્ષીય એડમ રાયનના માતા-પિતાએ કંપની પર દાવો કર્યો હતો કે ChatGPT એ તેમના પુત્રને સુસાઈડ કરવાની જુદી જુદી ટિપ્સ આપી હતી જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.
 
નવેમ્બરમાં 26 વર્ષના જોશુઆ એનનેકિંગના પરિવારે આરોપ લગાવ્યો કે જ જ્યારે જ ઓશુઆએ ChatGPT ને જણાવ્યુ કે તેને આત્મહત્યા કરવાનુ મન થઈ રહ્યુ છે તો તેને વિસ્તારમાં જવાબ મળ્યો કે તે બંદૂક ક્યાથી મળી શકે છે.  
 
17 વર્ષીય પ્ર અમૌરી લેસીના પરિવારે દાવો કર્યો કે ChatGPT એ તેને ગાઈડ કર્યો હતો કે ગળાનો ફંદો કેવી રીતે બાંધવાનો છે અને શ્વાસ લીધા વગર કેટલો સમય સુધી જીવતો રહેશે"

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Veda Paresh Sarfare - કેટલાક માટે તે 'જળપરી' છે તો કેટલાક માટે તે 'વોટર બેબી' છે, માત્ર 1 વર્ષ અને 9 મહિનાની ઉંમરે તેણે અશક્યને શક્ય બનાવી દીધું!