બ્રાઝીલનુ એક સ્થાનીક ફુટબોલ ક્લબના ખેલાડીઓ સહિત 81 લોકોને લઈ જઈ રહેલ એક વિમાન કોલંબિયાના મેડલિનમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ છે. હાલ આ વિશે વધુ માહિતી નથી મળી પણ રિપોર્ટ મુજબ કેટલાક લોકોના બચ્યા હોવાની શક્યતા છે.
અધિકારીઓ મુજબ બોલિવિયાથી ચાલેલ ચાર્ટડ વિમાનમાં ફુટબોલ ખેલાડીઓ સહિત કુલ 72 વધુ ચાલક દળના 9 લોકો સવાર હતા. આ ટીમને સાઉથ અમેરિકા ક્લબ કપમાં એટલેટિકો નેસિયોનાલનો મુકાબલો કરવાનો હતો.
દુર્ઘટના પછી ફાઈનલ મેચને સ્થગિત કરવામાં આવી છે. સમાચાર એજંસી એએફપી મુજબ આ વિમાનમાં ચાપેકોંસે રીયલ ફુટબોલ ટીમના સભ્ય સવાર હતા. આ દુર્ઘટના કોલંબિયા શહેર મેડલિનની પાસે થઈ.