Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાણી રોકવાની ભૂલ ન કરે ભારત, નહી તો... બિલાવલ પછી હવે પીએમ શહબાજે આપ્યો ખુલ્લો પડકાર

Sharif
, શનિવાર, 26 એપ્રિલ 2025 (13:07 IST)
પહેલગામ ટેરર અટેક પછી ભારતે પાકિસ્તાન પર જે વોટર સ્ટ્રાઈક કરી છે. તેનાથી પાકિસ્તાન કાંપી ઉઠ્યુ છે. પહેલાથી જ ભૂખમરાનો સામનો કરી રહેલ પાકિસ્તાન હવે તરસ્યા રહેવાનો ભય સતાવવા લાગ્યો છે.  પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફે ભારતને ગીધડ ધમકી આ પી છે અને કહ્યુ કે પાકિસ્તાનનુ પાણી રોકવાની ભૂલ ન કરે ભારત, જો ભારતે પાણી રોક્યુ તો પાકિસ્તાનની સેના તેનો મુંહતોડ જવાબ આપશે. પ્રધાનમંત્રી શહબાજ શરીફે કહ્યુ, પાકિસ્તાનના પાણીને ઓછુ કરવા કે ડાયવર્ટ કરવાની કોઈપણ કોશિશને પૂર્ણ તાકતથી જવાબ આપવામાં આવશે.  
 
અમે અમારી સેના સાથે છે - શહબાજ  
 
પહેલગામ આતંકી હુમલા બાદ ભારત દ્વારા સિંધુ જળ સંઘિને ખતમ કરવાનુ એલાન એક મોટો નિર્ણય છે.  જેના પર પાકિસ્તાન લાલપીળુ થઈ રહ્યુ છે  પીએમ શહબાજ શરીફે કહ્યુ કે કોઈને પણ આ વિશે કોઈ ભૂલ ન કરવી જોઈએ.  પાકિસ્તાન 240 મિલિયન લોકોનો દેશ છે અને અમે અમારા બહાદુર સશસ્ત્ર બળોની પાછળ છીએ. બધાને આ સંદેશ જોરદાર અને સ્પષ્ટ હોવો જોઈએ. શાંતિ અમારી પ્રાથમિકતા છે. અમે અમારી અખંડતતા અને સુરક્ષા પર ક્યારેય સમજૂતી નહે  કરીએ. 
 
 સિંધુ નદીમાં હવે પાણી વહેશે અથવા તેમનું લોહી - બિલાવલ ભુટ્ટો
 
અગાઉ, સખારમાં સિંધુ નદીના કિનારે એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે, પાકિસ્તાની નેતા બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે, કાં તો હવે સિંધુ નદીમાં પાણી વહેશે, અથવા તેમનું લોહી વહેશે. સિંધુ નદી આપણી છે અને આપણી જ રહેશે. સિંધુ નદી પાસે ઉભા રહીને, હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે સિંધુ નદી આપણી હતી, આપણી છે અને આપણી જ રહેશે. કાં તો આપણું પાણી આ નદીમાંથી વહેશે, અથવા જે આપણો હિસ્સો છીનવી લેવા માંગે છે તેનું લોહી વહેશે."
 
દુશ્મનની નજર આપણા પાણી પર છે
 
સિંધુ નદીને સમગ્ર પાકિસ્તાનનો સહિયારો વારસો ગણાવતા બિલાવલે કહ્યું કે, આપણો દરેક પાકિસ્તાની સિંધુનો સંદેશ લેશે અને દુનિયાને કહેશે કે અમે નદીની લૂંટ સ્વીકારીશું નહીં. હવે દુશ્મનની નજર આપણા પાણી પર છે અને આખા રાષ્ટ્રે સાથે મળીને આનો જવાબ આપવો પડશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pahalgam Attack: હુમલા બાદ સુરક્ષાબળોની મોટી એક્શન, શોપિયા અને કુલગામમાં આતંકવાદીઓના ઘરે આઈઈડીથી ધ્વસ્ત