Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1926 Macallan Whisky - 22 કરોડમાં વેચાઈ દુનિયાની દુર્લભ વ્હિસ્કી, શું છે તેમા ખાસ... જાણો

whisky bottle
, સોમવાર, 20 નવેમ્બર 2023 (19:36 IST)
Old is Gold કહેવત મોટેભાગે વાઇન સાથે સંકળાયેલી છે કારણ કે  કહેવાય છે કે જૂની થવાની પ્રક્રિયા તેના સ્વાદ અને સુગંધને સુધારે છે. વિશ્વભરમાં જૂના દારૂના વેચાણની વાત કરીએ તો નામ આવે છે મેકલોનનું  જે ખૂબ જ દુર્લભ વ્હિસ્કી છે જેણે તાજેતરમાં લંડનમાં સોથ બીની હરાજીમાં રેકોર્ડ બનાવ્યો હતો. સોથબીમાં એક દુર્લભ 1926 મેકલન સિંગલ-માલ્ટ વ્હિસ્કીએ સોથેબીઝ ખાતે $2.7 મિલિયન ડોલર (લગભગ રૂપિયા 22 કરોડ)માં વેચાણ  અને તેને હરાજી બાદ ઇતિહાસ રચ્યો છે. જ્યારે તેની હરાજી માટે બોલી લાગી ત્યારે યુદ્ધ જેવો માહોલ જોવા મળ્યો હતો.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sotheby's (@sothebys)

સોથેબીના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર વિગતવાર નોંધ સાથે દુર્લભ વ્હિસ્કીની ઝલક પણ શેર કરવામાં આવી હતી, જેમાં વાંચવામાં આવ્યું હતું કે, "વ્હિસ્કીની એક બોટલ માટે હરાજીનો રેકોર્ડ સેટ કરવામાં આવ્યો છે, વ્હિસ્કીની એક દુર્લભ બોટલ 2.7 મિલિયન ડોલર (£2.1 મિલિયન) વેચાઈ છે. - 
જેણે હરાજીમાં વેચાતી સૌથી મોંઘી દારૂ કે સ્પિરિટનો રેકોર્ડ તોડી નાખ્યો છે. Macallan 1926 (વેલેરિયો અદામી લેબલની વિશેષતા) GBP 2.1m/USD 2.7mમાં વેચાઈ  – લગભગ ત્રણ ગણું વધારે. ફાઇન એન્ડ રેર એડિશન માટેનો સોથેબીએ 2019માં GBP 1.5m/USD 1.9m નો અગાઉનો રેકોડ હાંસલ કર્યો હતો."
 
છેવટે આટલી મોઘી કેમ વેચાઈ વ્હિસ્કી 
મૈકલન 1926 સિંગલ માલ્ટ એ સ્કોચ વ્હિસ્કીની દુનિયાની સૌથી વધુ માંગવાળી બોટલોમાંની એક છે. શનિવારે, સોથબીઝમાં વ્હિસ્કી ઓક્શન હાઉસના વડાએ કહ્યું કે તેમને પહેલાથી જ તેનું "એક નાનું ટીપું" ચાખવાની મંજૂરી આપવામાં આવી છે. તેમણે સમાચાર એજન્સી એએફપીને કહ્યું"તે ખૂબ જ સમૃદ્ધ છે, તેમાં ઘણા બધા સૂકા ફળ છે, જેવી તમેં અપેક્ષા કરશો, ઘણા મસાલા, ઘણી લાકડીઓ." ઉલ્લેખનીય છે કે 1986માં માત્ર 40 બોટલબંધ પીપડામાંથી  એક બનતા પહેલા વ્હિસ્કીને  ડાર્ક ઓક શેરી પીપડામાં પરિપક્વ થવામાં 60 વર્ષ લાગ્યા હતા. 
 
લોકોએ  કર્યા અનેક પ્રકારના કોમેન્ટ 
 
- હરાજી વિશે જાણ્યા પછી ઘણા યુઝર્સએ વિન્ટેજ વ્હિસ્કીથી પ્રભાવિત થયા હતા. જો કે, ઘણા લોકોને આશ્ચર્ય થયું કે આ પ્રમોશન શાને માટે હતું. 
 
- એક ટિપ્પણીમાં લખવામાં આવ્યું  હતું કે   "હું માનું છું કે કેટલાક લોકો આને સમગ્ર માનવજાત માટે અદભૂત સિદ્ધિ માને છે?"
 
- કેટલાક લોકોને આશ્ચર્ય થયું કે આટલા મોંઘા પીણાનો ઉપયોગ શું? "પરંતુ ખરીદદારો તેને સ્વીકારશે અથવા ફક્ત તેના પર બેસી જશે?"
 
- એક ટીપ્પણીમાં લખ્યું હતું, આ એક મોઘું હેંગઓવર છે.  
 
- કેટલાક લોકોએ વિન્ટેજ ડ્રિંકની પ્રશંસા કરી અને કહ્યું, 'ખૂબસૂરત લેબલ'  
 
- બીજી બાજુ અનેક લોકોએ તેને અવિશ્વસનિય હોવાનો દાવો કર્યો  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હૃદયની બિમારી ધરાવતા લોકોને સ્વિમિંગ સહિતની પ્રવૃત્તિથી દૂર રહેવા આદેશ