Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તુર્કીમાં આતંકવાદી હુમલાને લઈને મોટું અપડેટ, અત્યાર સુધીમાં 5ના મોત; 22 લોકો ઘાયલ

તુર્કીમાં આતંકવાદી હુમલાને લઈને મોટું અપડેટ, અત્યાર સુધીમાં 5ના મોત; 22 લોકો ઘાયલ
, ગુરુવાર, 24 ઑક્ટોબર 2024 (13:14 IST)
Ankara Terror Attack: તુર્કીની રાજધાની અંકારામાં એક વિમાનની કંપનીના મુખ્યાલય બહાર એક વિસ્ફોટ થયો છે. તુર્કીના અધિકારીઓનું કહેવું છે કે આ ચરમપંથીઓ દ્વારા થયેલો હુમલો  છે.
 
 
તુર્કીશ ચૅનલ ટૅલી1ના હવાલે સમાચાર સંસ્થા રૉયટર્સે કહ્યું છે કે આ હુમલામાં પાંચ લોકોનાં મૃત્યુ થયા છે જ્યારે કે 22 ઘાયલ છે. તુર્કીના ગૃહમંત્રીએ કહ્યું છે કે આ મામલે બે શંકાસ્પદ નજરે પડ્યા છે.
 
આ વિસ્ફોટ રાજધાની અંકારાથી 40 કિલોમીટર દૂર થયો છે.
 
અગાઉ તુર્કીના ગૃહમંત્રી અલી યેરલિકાયાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “દુર્ભાગ્યથી કેટલાક લોકોનાં મૃત્યુ થયાં છે અને કેટલાક લોકો ઘાયલ છે.”
 
NTV ટેલિવિઝન ચૅનલમાં દેખાડવામાં આવી રહેલી તસવીરોમાં ટર્કિશ ઍરોસ્પૅસ ઇન્ડસ્ટ્રીઝની સામે ધુમાડો દેખાઈ રહ્યો છે.
 
સ્થાનિક મીડિયાના અહેવાલો પ્રમાણે ગોળીબારના અવાજો પણ સંભળાઈ રહ્યા છે.
 
અંકારાના મૅયર મંસૂર યાવસે કહ્યું, “આ સમાચારથી મને દુ:ખ થયું છે. હું ઇશ્વરને પ્રાર્થના કરું છું કે અમારા શહીદો પર દયા કરે અને ઘાયલોને જલદી સાજા કરે. અમે આતંકવાદની નિંદા કરીએ છીએ.”
 
તુર્કીના ન્યાય મંત્રીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને જાણકારી આપી કે આ હુમલાની ન્યાયિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
 
જોકે આ હુમલામાં કોણ સામેલ છે તે અંગે ઓછી માહિતી મળી રહી છે. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
 
દરમિયાન જે સીસીટીવી ફૂટેજ વાઇરલ થઈ રહ્યાં છે તેમાં શંકાસ્પદ હુમલાખોરો હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જોકે, તસવીરમાં દેખાતા બે ઇસમો જ હુમલાખોર છે કે નહીં તે અંગે સુરક્ષા એજન્સીઓ તપાસ 
 
કરી રહી છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત