અમેરિકા રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ થોડાક જ કલાકોમાં આવી શકે છે. એક દિવસથી વધુ ચાલેલા મતગણતરી પછી, હવે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે અને વિસ્કોન્સિન, મિશિગન જેવા મહત્વના રાજ્યોમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેન જીત્યા છે. અમેરિકી મીડિયા અનુસાર, તે વિજયથી માત્ર 6 ઈલેક્ટ્રોરલ મતોથી દૂર છે.
- કાઉન્ટરિંગની વચ્ચે, જો બાઈડેનનુ રિપબ્લિકન નામાંકિત અને વર્તમાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન. પેરિસ સમજૂતીમાંથી અમેરિકા.ના બહાર નીકળવા પર બાઈડેને લખ્યુ, 'આજે ટ્રંપ સરકારે સત્તાવાર રીતે પેરિસ ક્લાઈમેટ એંગ્રીમેંટ છોડી દીધુ છે. આગામી 77 દિવસમાં બાઈડેન સરકાર તેને ફરીથી જોઈન કરશે.
- ટ્ર્મ્પ કૈપેને જોર્જિયામાં કાઉંટિંગ રોકવા માટે કેસ દાખલ કર્યો - US મીડિયા
-બાઈડેનના પક્ષમાં 264 ઈલેક્ટોરલ વોટ છે, જ્યારે ટ્રમ્પ પાસે માત્ર 214 મત છે. બાઈડેન બહુમતીના આંકડા (270) થી માત્ર 6 મતોના અંતરે છે. જોકે, ઘણા મહત્વના રાજ્યોના પરિણામો આવવાના બાકી છે. નેવાદા અને પેન્સિલવેનિયા જેવા કેટલાક રાજ્યોમાં હજી મતગણતરી ચાલી રહી છે અને અહીંનાં પરિણામો બાઈડેન અને ટ્રમ્પ બંને માટે નિર્ણાયક સાબિત થશે.
- બાઈડેને ટ્વીટ કર્યું કે અમને વિશ્વાસ છે કે જીત અમારી જ થશે. પરંતુ આ ફક્ત અમારી એકલાની જીત નથી. આ જીત અમેરિકન લોકોની, આપણા લોકશાહીની, અમેરિકાની હશે.
-જીતના નિકટ પહોંચનારા બાઈડેને આપી સીધી પ્રતિર્કિયા. સૌને સાથે લઈને ચાલવાનો સંદેશ. આગળ વધવા માટે પ્રતિદ્વંદીઓને દુશ્મનોની જેમ લેવાની માનસિકતા છોડવી પડશે. અમે દુશ્મન નથી.
- વિજય માટે નિર્ણાયક એવી મિશિગન અને વિસ્કોન્સિનમાં બાઈડેનની જીત હતી. મિશિગન 2016 માં ટ્રમ્પના ખાતામાં હતી. વિસ્કોન્સિનમાં બાઈડેનની જીતથી ડોનાલ્ડ ટ્રમ્પ સંતુષ્ટ નથી. ટ્રમ્પ અભિયાનના મેનેજર બિલ સ્ટેપીને કહ્યું, "વિસ્કોન્સિનના ઘણા વિસ્તારોમાં મત ગણતરીમાં ગડબડના સમાચાર આવ્યા છે. જેનાથી પરિણામો પર સવાલ ઉભા થઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફરીથી મતની ગણતરીની અપીલ કરવા માગે છે.
- અમેરિકી મીડિયાએ દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઈડેન બહુમતીની ખૂબ નજીક છે. રાષ્ટ્રપતિ બનવા માટેના 270 ચૂંટણી મતથી માત્ર 6 મતો દૂર
- અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીના ઇતિહાસમાં સૌથી વધુ મતો મેળવનારા ઉમેદવાર બનશે જો બાઈડેન. આ ચૂંટણીમાં, બાઈડેનને 7 કરોડથી વધુ મત મળ્યા છે. અગાઉ, આ રેકોર્ડ બરાક ઓબામાના નામે હતો, જેને 2008 ની ચૂંટણીમાં 69 મિલિયનથી વધુ મતો મળ્યા હતા.
-ડેમોક્રેટિક ઉમેદવાર બાઈડેને મીડિયાને કહ્યું, "અત્યારથી હું મારા વિજયનો દાવો નહીં કરુ , પરંતુ તે ચોક્કસપણે કહીશ કે જ્યારે પણ અંતિમ પરિણામો આવશે ત્યારે જીત અમારી જ રહેશે."