rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એમેઝોનના માલિકના લગ્નમાં 4000 કરોડનો ખર્ચ થશે! 55 વર્ષની લૉરેન સ્ટાઈલમાં પોતાની પહેલી પત્નીથી 4 ડગલાં આગળ દુલ્હન બનશે

એમેઝોનના માલિક
, રવિવાર, 6 એપ્રિલ 2025 (15:30 IST)
ઈ-કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક અબજોપતિ ઉદ્યોગપતિ જેફ બેઝોસના લગ્ન છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. 61 વર્ષીય જેફ તેની 55 વર્ષીય મંગેતર લોરેન સાંચેઝ સાથે 26 જૂનના રોજ ઈટાલીમાં બીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, આ લગ્ન લગભગ 4000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને તે ઈટાલીના સુંદર શહેર વેનિસમાં એક સુપરયાટ પર થશે. જેમાં હોલીવુડ સ્ટાર્સ પણ સામેલ થશે.

એમેઝોનના માલિક જેફ બેઝોસના લગ્નમાં પાણીની જેમ પૈસા રેડવામાં આવી રહ્યા છે. આ લગ્નને સદીના સૌથી મોંઘા અને ભવ્ય લગ્ન કહેવામાં આવી રહ્યા છે.
એમેઝોનના સ્થાપક અને વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસ બીજા લગ્ન કરી રહ્યા છે. તેમના લગ્ન બેઝોસની $500 મિલિયનની મેગા યાટ કુરુ પર થશે. કુરુ યાટ 415 ફૂટ લાંબી છે અને તે વિશ્વની સૌથી મોટી ખાનગી યાટમાંની એક છે. તેમાં 9 કેબિન છે, જેમાં લગભગ 18 VIP મહેમાનો રહી શકે છે. અહેવાલો અનુસાર, બેઝોસ અને સાંચેઝે મે 2023 માં સગાઈ કરી હતી. તમને જણાવી દઈએ કે જેફ બેઝોસે 2019 માં તેમના 25 વર્ષના લગ્નજીવનનો અંત લાવ્યો હતો. 25 વર્ષ સુધી સાથે રહ્યા પછી તેણે મેકેન્ઝી સ્કોટને છૂટાછેડા આપી દીધા હતા. બીજી તરફ સાંચેઝ પણ છૂટાછેડા લઈ ચૂક્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PM Modi Visit Ramanathaswamy Temple- રામનવમી પર અયોધ્યા નહીં, PM મોદી કરશે આ મંદિરમાં પૂજા, ભગવાન રામ સાથે છે ખાસ સંબંધ