Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

17 વર્ષના ટીનેજરનો 24 વર્ષની ગર્લફ્રેન્ડના લવબાઈટ્સે જીવ લીધો

17 વર્ષના ટીનેજરનો 24 વર્ષની ગર્લફ્રેન્ડના લવબાઈટ્સે જીવ લીધો
, બુધવાર, 31 ઑગસ્ટ 2016 (12:59 IST)
પ્રેમી પંખીડાં જાતીય ઉન્માદની ક્ષણોમાં એકબીજાને બચકાં ભરે અને ચામડી પર જે લાલ ચાંઠાં ઊપસી આવે એને લવબાઇટ અથવા તો હીકી કહે છે.  જોકે મેકિસકો સિટીમાં રહેતો 17 વર્ષનો ટીનેજર પોતાની ગર્લફ્રેન્ડની આવી લવબાઇટ્સથી સમૂળગો જીવનો ગયો છે. વાત એવી છે કે ત્યાંનો જુલિયો મેસિઆસ ગેન્ઝાલેસ નામનો ટીનેજર થોડા સમયથી 24 વર્ષની પોતાની ગર્લફ્રેન્ડના સંપર્કમાં હતો. પરમ દિવસે રાત્રે ડાઇનિંગ ટેબલ પર જમતી વખતે અચાનક જુલિયોને આંચકી આવવા લાગી. થોડી વારમાં તો તે બેહોશ થઈ ગયો. તાત્કાલિક ડોકટરને બોલાવવામાં આવ્યા, પરંતુ સારવાર મળે એ પહેલાં જ જુલિયોને મૃત જાહેર કરી દેવો પડ્યો. તબીબી પરીક્ષણમાં બહાર આવ્યું કે આગલા દિવસે શરીરના કોઈ ભાગ પર તેની ગર્લફ્રેન્ડે તેને અત્યંત તસતસતી લવબાઇટ આપેલી. એના ખેંચાણને કારણે એટલા ભાગમાં લોહીની નાનકડી ગાંઠ બની ગયેલી. એ ગાંઠ લોહીના પ્રવાહ સાથે વહેતી-વહેતી છેક જુલિયોના મગજ સુધી પહોંચી ગઈ, જેને કારણે જુલિયોને બ્રેઇન-સ્ટ્રોક આવી ગયો. સ્વાભાવિક રીતે જ આ અકસ્માત બદલ જુલિયોના પરિવારને હવે તેની ગર્લફ્રેન્ડ પર ગુસ્સો આવી રહ્યો છે, જયારે ગર્લફ્રેન્ડ કયાંક નાસી છૂટી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાર્દિક પટેલે પાવર ઓફ પાટીદાર નામની ફિલ્મનું સોશિયલ મીડિયા પર પ્રમોશન શરૂ કર્યું